India China Row: મોલ્ડોમાં 15 કલાક ચાલી 9માં દોરની વાતચીત, ભારતે કહ્યુ - ચીને પાછળ હટવુ જ પડશે
The 9th round of India China Corps Commander level talks finished around 2:30 am today: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે રવિવારે ભારત અને ચીન વચ્ચે 9માં દોરની વાતચીત મોડી રાતે અઢી વાગ્યા સુધી ચાલી. 15 કલાક ચાલેલી આ મેરેથૉન વાતચીત ઈસ્ટર્ન લદ્દાખ સ્થિત ચુશુલ સેક્ટરના મોલ્ડોમાં થઈ. વાતચીતમાં મુખ્ય રીતે બંને દેશો પોતાની સેનાઓને એલએસી પર પાછળ હટવા અંગે વાતચીત કરવામાં આવી. તમને જણાવી દઈએ કે બેઠક પહેલા જ એરચીફ માર્શલે ચીનને કહી દીધુ હતુ કે ભારતને પણ આક્રમક થતા આવડે છે પરંતુ વાતચીત પહેલા સમસ્યાનો ઉકેલ ઈચ્છે છે.
આ પહેલા 6 નવેમ્બર 2020એ બંને દેશોની સેનાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં પણ મુખ્ય રીતે નિશ્ચિત ક્ષેત્રથી સેનાને પાછળ હટવા માટે વાતચીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે લગભગ 9 મહિનાઓથી તણાવની સ્થિતિ બનેલી છે. બંને દેશો તરફથી લદ્દાખમાં સેના અને હથિયાલોની ભારે તૈનાત કરવામાં આવ્યા છે. ભારત તરફથી આર્ટિલરી ગન, ટેંક સહિત તમામ હથિયારો સીમા પર તૈનાત રાખ્યા છે પરંતુ તે શાંતિથી જ સીમા વિવાદને ઉકેલવાની કોશિશોમાં લાગેલુ છે.
LAC પર ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી પરંતુ ચીની પક્ષ વારંવાર સમજૂતીનુ ઉલ્લંગન કરીને ભરોસોના નબલો કરી રહ્યો છે. હવે ચીનને સપ્ટેમ્બરમાં ભારત સાથે થયેલ સમજૂતીનુ ઉલ્લંઘન કર્યુ છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ પૂર્વ લદ્દાખમાં ચીની સેના અમુક મહિનાઓમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) પર તણાવવાળા ક્ષેત્રોમાં ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે. જ્યારે ચાર મહિના પહેલા સપ્ટેમ્બરમાં ચીને ખુદ જ પ્રસ્તાવ આપ્યો હતો કે બંને પક્ષોનો તણાવ ઘટાડવા માટે સંઘર્ષવાળા ક્ષેત્રમાં વધુ સૈનિકો ન મોકવા જોઈએ. હાલમાં ચીનની આ હરકત બાદ ભારતીય સેના પણ સંપૂર્ણપણે સતર્ક છે. ભારતીય સેનાએ પણ પોતાની સ્થિતિમાં પરિવર્તન કર્યુ છે.
'આપણે વાતચીતના માધ્યમથી આ મુદ્દાનો ઉકેલ કાઢીશુ'
જ્યારે બે દિવસ પહેલા જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે(Rajnath Singh) ભારત (india) અને ચીન (china)ના પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ ગતિરોધ (India China East Ladakh standoff) પર મીડિયામાં નિવેદન આપ્યુ હતુ કે જ્યાં સુધી ચન પોતાના સૈનિકોને ઘટાડશે નહિ ત્યાં સુધી ભારતીય સૈનિકોની સંખ્યામાં ઘટાડો નહિ થાય પરંતુ તેમણે વિશ્વાસ અપાવ્યો કે આપણે વાતચીતના માધ્યમથી આ મુદ્દાનો ઉકેલ લાવી દઈશુ. સંરક્ષણ મંત્રીએ આગળ કહ્યુ કે ભારત ઝડપથી બૉર્ડરના વિસ્તારોમાં નિર્માણ કાર્ય કરી રહ્યુ છે અને ચીને આપણા અમુક પ્રોજેક્ટ્સનો વિરોધ પણ કર્યો છે પરંતુ ભારત પાછળ હટવાનુ નથી, આપણે કોઈને પણ પોતાની સીમામાં ઘૂસવા નહિ દઈએ.
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર બાળકો સાથે આજે PM કરશે વાત