LACમાં ચીનના નાપાક મનસૂબા પર ભારતીય સેનાએ ફેરવ્યુ પાણી
India China Standoff: ભારત અને ચીન વચ્ચે એલએસી પર તણાવ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. છેલ્લા ઘણા મહિનાઓથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. બંને દેશોની સેનાઓ વચ્ચે ઘણી વાર હિંસક ટકરાવ જોવા મળી ચૂક્યો છે. જો કે છેલ્લા ઘણા સમયથી સ્થિતિ કંઈક સામાન્ય હતી પરંતુ એક વાર ફરીથી ચીને એલએસી પર પોતાની સામ્રાજ્યવાદી નીતિને આગળ વધારવાની કોશિશ કરી છે.
ચીનના સૈનિક એલએસી પર પૂર્વની સ્થિતિને બદલલાની કોશિશ બંધ નથી કરી રહ્યા. એલએસી પર પૂર્વની સ્થિતિને બદલવા માટે ચીની સૈનિકોના ઈરાદા પર ભારતની સેનાએ પાણી ફેરવી દીધુ છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ ચીનના સૈનિકોએ ગયા સપ્તાહે ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરી પરંતુ ભારતીય સૈનિકોએ ચીનના ઈરાદા પર પાણી ફેરવી દીધુ.
સમાચાર અનુસાર નૉર્થ સિક્કિમના નાકુ લામાં ચીનના સૈનિકોની ભારતીય સૈનિકો સાથે ટકરાવ થયો અને બંને દેશની સેનાઓ વચ્ચે ટકરાવ જોવા મળ્યો. આ ટકરાવમાં 20 ચીની સૈનિકો ઘાયલ થયા. વળી, ભારત તરફથી પણ 4 સૈનિકો આ ટકરાવમાં ઘાયલ થયા છે અન તેમને ઈજાઓ થઈ છે. જો કે ભારતીય સેનાના જવાન ચીનને પાછળ ધકેલવામાં સફળ રહ્યા અને તેમણે નૉર્થ સિક્કિમમાં વિષમ હવામાન છતાં ચીનના સૈનિકોના નાપાક ઈરાદાને સફળ ન થવા દીધા. રિપોર્ટ મુજબ સિક્કિમમાં ભારત અને ચીન વચ્ચે ઘટના સ્થળે સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે.
ગુજરાતમાં કોરોના મહામારીમાં મેડિકલ બિલ થયા બમણા