શું માર્ચથી બંધ થઈ જશે 100 રૂપિયાની જૂની નોટ? જાણો રિઝર્વ બેંકે શું કહ્યું
જો તમારી પાસે વધુ માત્રામાં 100 રૂપિયાની જૂની નોટ પડી હોય તો તમારા માટે ખાસ સમાચાર છે. માર્ચ અથવા એપ્રિલથી ભારતીય રિઝર્વ બેંક 100 રૂપિયાની જૂની નોટ પાછી ખેંચવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત માર્કેટમાં ફરી રહેલી 10 અને 5 રૂપિયાની જૂનાં ચલણને પણ આરબીઆઈ પાછી લેશે. જો કે આ નોટબંધી નથી, કેમ કે 10 રૂપિયા અને 10 રૂપિયાની નવી નોટ ઘણા સમય પહેલાં જ બજારમાં આવી ગઈ હતી. હવે રિઝર્વ બેંક ધીરે-ધીરે માર્કેટમાંથી જૂની નોટ એકઠી કરવાનું શરૂ કરશે. જેના બદલામાં માર્કેટમાં નવી નોટ લાવવામાં આવશે.

સહાયક પ્રબંધકે પ્લાન જણાવ્યો
જિલ્લા સ્તરીય સિક્યોરિટી કમિટી અને જિલ્લા સ્તરીય કરન્સી મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં આ વિશે વાત કરતાં આરબીઆઈ સહાયક મહાપ્રબંધ બી મહેશે કહ્યું કે 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની જૂની નોટ જલદી જ ચલણથી બહાર થઈ જશે કેમ કે આરબીઆઈની યોજના માર્ચ-એપ્રિલથી તેને પાછી લેવાની છે. જેટલી નોટ માર્કેટમાંથી ખેંચવામાં આવશે તેટલી જ નવી નોટ માર્કેટમાં વહેતી કરવામાં આવશે.

10ના સિક્કા પર ચિંતા જતાવી
જ્યારે તેમણે 10 રૂપિયાના સિક્કા પર પણ ચિંતા વ્યક્ત કરી. બી મહેશે કહ્યું કે 10 રૂપિયાના સિક્કા શરૂ કર્યા તેને 15 વર્ષ જેવો સમય થઈ ગયો છે. હજી પણ નાનાથી લઈ મોટા વેપારીઓ તેને સ્વીકારી નથી રહ્યા, બેંકો અને આરબીઆઈ માટે જબરી સમસ્યા બની ગઈ છે. તેમણે કહ્યું કે ધીરે ધીરે બેંકોમાં વધુ માત્રામાં 10 રૂપિયાના સિક્કા જમા થતા જઈ રહ્યા છે, જે એક બોજા જેવું છે. આ સિક્કાઓ પર ફેલાવવામાં આવી રહેલ અફવાઓ પર આરબીઆઈના સહાયક મહાપ્રબંધકે કહ્યું કે આ સિક્કાઓને યોગ્ય રીતે ચલણમાં લાવવા માટે લોકોને જાગૃત કરવા જોઈએ.

નવી નોટ ચાલુ રહેશે
બી મહેશે આગળ કહ્યું કે રિઝર્વ બેંકે 2019માં જ 100 રૂપિયાની નવી નોટ જાહેર કરી હતી, જે લવંડર કલરની છે. આ ઉપરાંત તેની પાછળના ભાગમાં રાણકી વાવનું ચિત્ર છે, જે ગુજરાતના પાટણમાં સરસ્વતી નદીના તટ પર આવેલ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 2019માં જાહેર 100 રૂપિયાની નોટ પણ ચાલુ રહેશે, તેને પાછી ખેંચવામાં નહિ આવે. માત્ર 100 રૂપિયાની જૂની નોટ છે તે જ બંધ થશે.

2016માં નોટબંધી થઈ હતી
જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશમાં નોટબંધીનું એલાન કર્યું હતું, જે અંતર્ગત 500 અને 1000 રૂપિયાની જૂની નોટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. જે બાદ 2000, 500 અને 200 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. એ દરમ્યાન બે-ત્રણ મહિના સુધી જનતાએ ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો. જ્યારે 2019માં એક આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે તેમના તરફથી ઉચ્ચ મૂલ્ય વાળી નોટની છાપણી રોકી દેવામાં આવી છે. જો કે 2000ની નોટ પહેલેની જેમ જ ચલણમાં છે.
દુનિયામાં બધું જાણવાનો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે 4 વર્ષમાં 31 હજાર વખત જૂઠું બોલ્યા