ઉત્તરાખંડના એક દિવસનાં મુખ્ય મંત્રી બનનારાં સૃષ્ટિ ગોસ્વામી કોણ છે?
હિન્દી ફિલ્મ 'નાયક'માં અભિનેતા અનિલ કપૂર એક દિવસ માટે મુખ્ય મંત્રી બન્યા હતા. જોકે એ ફિલ્મ હતી પણ આવું હકીકતમાં થવા જઈ રહ્યું છે.
ઉત્તરાખંડના હરિદ્વારનાં દોલતપુરમાં રહેતાં સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડનાં મુખ્ય મંત્રી બનશે. એટલે કે સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ક્લાસમાં વિદ્યાર્થિની તરીકે નહીં પણ મુખ્ય મંત્રીના રૂપમાં જોવા મળશે.
24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળદિવસ છે અને તેઓ બાળવિધાનસભા સત્રમાં મુખ્ય મંત્રી તરીકે સરકારના અલગઅલગ કાર્યોની સમીક્ષા કરશે.
મીડિયા અહેવાલો અનુસાર, ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ તેને મંજૂરી આપી દીધી છે.
ઉત્તરાખંડના વિધાનસભા ભવન ખાતે બપોરે 12થી 3 વચ્ચે આ કાર્યક્રમ થશે.
કોણ છે સૃષ્ટિ ગોસ્વામી?
સૃષ્ટિ ગોસ્વામીના પિતા પ્રવીણપૂરી દોલતપુર ગામમાં નાની એવી દુકાન ચલાવે છે, જ્યારે સૃષ્ટિનાં માતા એક ગૃહિણી અને આંગણવાડી કાર્યકર છે.
સૃષ્ટિ ગોસ્વામી એગ્રિકલ્ચર બીએસસીનો અભ્યાસ કરે છે. અગાઉ પણ 2018માં બાળવિધાનસભા સંગઠનમાં સૃષ્ટિની બાળધારાસભ્યના રૂપમાં પસંદગી થઈ હતી.
તો 2019માં પણ સૃષ્ટિ ગર્લ્સ ઇન્ટરનેશનલ લીડરશિપમાં ભાગ લેવા માટે થાઇલૅન્ડ ગયાં હતાં.
- શું ભારતીય અર્થતંત્ર મંદીથી તેજી તરફ આગળ વધી રહ્યું છે?
- 1 મિલીમિટરના કદનું એ જંતુ જેણે આખા દેશના અર્થતંત્રને બચાવ્યું
'મને હજુ પણ વિશ્વાસ નથી થતો'
સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડમાં થયેલાં વિકાસકાર્યોની સમીક્ષા પણ કરશે. તેમજ 12 વિભાગની યોજનાઓ પર પાંચ-પાંચ મિનિટનું પ્રેઝન્ટેશન પણ આપશે.
સૃષ્ટિ જે યોજનાઓની સમીક્ષા કરશે તેમાં અટલ આયુષ્યમાન યોજના, સ્માર્ટ સિટી પરિયોજના, પર્યટન વિભાગની હોમસ્ટે યોજના અને અન્ય વિકાસ પરિયોજનાઓ સામેલ છે.
મીડિયા સાથેની વાતચીતમાં સૃષ્ટિ ગોસ્વામી કહે છે, "મને હજુ વિશ્વાસ થતો નથી કે આ સાચું છે. હું અભિભૂત છું. જોકે હું એ પણ સાબિત કરવાની કોશિશ કરીશ કે યુવાનો લોકકલ્યાણનાં કામોમાં ઉત્તમ કામગીરી પ્રદાન કરી શકે છે."
રાજ્ય સરકારના અધિકારીઓએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમને સીએમના રૂપમાં કાર્ય કરતાં પહેલાં માહિતી આપશે.
તો આયોગનાં ચૅરપર્સન ઉષા નેગીએ કહ્યું, "આ બાબતે વિધાનસભામાં અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી છે. સૃષ્ટિ અમારી સાથે કેટલાક સમયથી કામ કરી રહી છે અને અમે તેની ક્ષમતાઓથી સારી રીતે વાકેફ છીએ."
"આવું કરવાનો અમારો હેતુ છોકરીઓને સશક્ત કરવાનો છે."
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=02A5BbTcz8o&t=1s
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો