દેશમાં 24 કલાકમાં કોરોનાના 14849 નવા કેસ, 155 લોકોનાં મોત
દેશમાં કોરોનાવાયરસની ગતિ ધીમી જરૂર પડી છે પરંતુ તેનો પ્રકોપ હજી પણ ઘટ્યો નથી, રવિવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ19ના 14849 નવા મામલા આવ્યા બાદ કુલ પોઝિટિવ મામલાની સંખ્યા 1,06,54,533 થઈ. 155 નવા મોત બાદ કુલ મોતની સંખ્યા 1,53,339 થઈ ગઈ છે. દેશમાં સક્રિય મામલાની કુલ સંખ્યા હવે 1,84,408 છે અને કુલ ડિસ્ચાર્જ થયેલ મામલાની સંખ્યા 1,03,16,786 છે અને દેશમાં અત્યાર સુધી 15,82,201 લોકોને કોરોના વાયરસની વેક્સીન આપી દેવામાં આવી છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ મુજબ ભારતમાં 23 જાન્યુઆરી સુધી કોરોના વાયરસના કુલ 19,17,66,871 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે, જેમાંથી 7,81,752સેમ્પલ કાલે ટેસ્ટ કરાયાં છે. જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે દેશમાં અત્યાર સુધી કુલ 15,37,190 લોકોને કોરોનાવાયરસની વેક્સીન આપવામાં આવી છે. 23 જાન્યુઆરીએ દેશમાં કુલ 1,46,598 લોકોને વેક્સીન લગાવવામાં આવી છે.
વેક્સીનને કારણે કોઈના મોત નથી થયાં
સ્વાસ્થ્ય મંત્રાલયના એડિનલ સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે કોરોના વેક્સીનના સાઈડ ઈફેક્ટ તરીકે આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં પાછલા 24 કલાકમાં હોસ્પિટલમાં દાખલ થવાનો એક નવો મામલો સામે આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે આ વ્યક્તિને 20 જાન્યુઆરીએ કોવૈક્સીનના ડોઝ મળ્યા હતા. આની સાથે જ વેક્સીન લાગ્યા બાદ અત્યાર સુધીના કુલ 11 લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે જે રસીકરણના કુલ આંકડાના 0.0007 ટકા છે. દેશમાં અત્યાર સુધી કોઈપણ મોતનો વેક્સીન સાથે સંબંધ નથી મળ્યો.