• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગૂગલ-ઑસ્ટ્રેલિયાનો એ કેસ જે આખી દુનિયાને અસર કરશે

By BBC News ગુજરાતી
|

નવા વર્ષ દરમિયાન ગૂગલ અને ઑસ્ટ્રેલિયન સરકાર એક બીજાની સામસામે પડયા છે. સમાચાર સંસ્થાઓને ન્યૂઝ માટે રૉયલટી આપવાની વાતને લઈને ગૂગલ છંછેડાયું છે અને ધમકી આપી છે કે જો ઑસ્ટ્રેલિયા સરકાર તેની ઉપર દબાણ લાવશે તો દેશથી પોતાનો સર્ચ એન્જિન હઠાવી લેશે.

પરતું ઑસ્ટ્રેલિયન સરકાર નવો કાયદો લાવવા માટે મક્કમ રહેતા આ વિવાદ પતી જાય એવી શક્યતા ઓછી છે. ગૂગલ હવે ઑસ્ટ્રેલિયન પ્રજા સમક્ષ પોતાનો પક્ષ મૂકી રહી છે, જેથી સરકારને કાયદો લાવતા અટકાવી શકાય.


શું છે સમગ્ર મામલો?

આખી દુનિયામાં ઑસ્ટ્રેલિયા પ્રથમ દેશ છે જે કાયદો લાવી રહી છે જેમાં ગૂગલ, ફેસબુક અને બીજી ટૅક કંપનીઓને સમાચાર માટે મીડિયા સંસ્થાનોને પૈસા ચૂકવવા પડશે.

પરતું અમેરિકા સ્થિત કંપનીઓ લડત આપવાના મૂડમાં છે અને કંપનીઓએ ધમકી આપી છે કે કાયદાના કારણે તેમને અમુક સેવાઓ પરત લેવાની ફરજ પડશે.

હજુ સુધી ઑસ્ટ્રેલિયા ગૂગલ માટે એક મોટું માર્કેટ નથી પરતું પ્રસ્તાવિત ન્યૂઝ કોડને એક સંભવિત વૈશ્વિક ટેસ્ટ કોડ તરીકે જોવામાં આવી રહ્યું છે કે કઈ રીતે સરકાર મોટી ટૅક કંપનીઓને નિયંત્રિત કરી શકે છે.

જો ગૂગલ અને ફેસબુક ન્યૂઝ કંટેન્ટના મૂલ્ય બાબતે સમાચાર સંસ્થાઓ સાથે કરાર કરવામાં અસફળ રહે તો પ્રસ્તાવિત ન્યૂઝ કોડ પ્રમાણે તેમને પ્રકાશકો સાથે વાટાઘાટા કરવાની ફરજ પડી શકે છે.

અત્રે નોંધનીય છે કે પોતાના સર્ચ રિઝલ્ટમાં સમાચાર દેખાડવા બદલ ગૂગલ ફ્રાન્સના સમાચાર સંસ્થાઓને પૈસા ચૂકવવા માટે તૈયાર થઈ ગયું છે. અગાઉ ફેસબુકે પોતાના ફેસબુક ન્યૂઝ માટે યુકેનાં સમાચાર સંસ્થાઓને પૈસા ચૂકવવા માટેની જાહેરાત કરી ચૂક્યું છે.

ગૂગલ પોતાના બ્રાઉસર્સમાં આ પ્રકારની જાહેરાત ચલાવીને લોક સમક્ષ પોતનો મત રજૂ કરી રહી છે.


ઑસ્ટ્રેલિયન સરકાર નમવાના મૂડમાં નથી

ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મોરીસને જણાવ્યું કે કાયદા ઘડનારાઓએ આવી ધમકીઓથી ડરવાના નથી.

શુક્રવારે સેનેટની સુનાવણીમાં ગૂગલ ઑસ્ટ્રેલિયાના મેનેજિંગ ડિરેક્ટર મેલ સિલ્વાએ જણાવ્યું કે કાયદા પ્રમાણે કામ ન થઈ શકે.

તેમણે કહ્યું, "જો કોડનો આ પ્રકાર કાયદો બની જશે તો ઑસ્ટ્રેલિયામાં ગૂગલ સર્ચ બંધ કરવામાં ઉપરાંત અમારી પાસે કોઈ સાચો વિકલ્પ નહી હોય."

પરતું ચૂંટાયેલા સભ્યો ગૂગલની વાત માનવા તૈયાર નથી અને તેઓ ગૂગલ પર ધાક ધમકી આપવાનો આક્ષેપ કરી રહ્યા છે. સભ્યો મુજબ સુધારાઓ લાવવા બદલ કંપની ઑસ્ટ્રલિયા સામે ગુંડાગર્દી કરી રહ્યું છે.

સુનાવણી દરમિયાન સેનેટર રેક્સ પેટ્રિકે મેલ સિલ્વાને પૂછ્યું, "આ સમગ્ર વિશ્વમાં થવાનું છે. શું તમે (ગૂગલ) દરેક માર્કેટથી ખસી જશો? ખરેખર કરવાનો છો? શું આ અગ્રપદ અટાકાવવા માટે છે?"

જવાબમાં મેલ સિલ્વાએ જણાવ્યું, "ઑસ્ટ્રેલિયમાં અમારી કામગીરી માટે આ કોડ એક મોટું જોખમ છે. અમે નહીં ટકી શકીએ."

વડા પ્રધાન સ્કૉટ મોરીસે જણાવ્યું છે કે આ વર્ષમાં સરકાર આ કાયદાને સંસદથી પસાર કરાવવા માટે કટિબદ્ધ છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે તમે ઑસ્ટ્રેલિયામાં શું કરી શકો છો તે માટેના કાયદા ઑસ્ટ્રેલિયા જાતે બનાવે છે. આ અમારી સંસદમાં કરવામાં આવે છે."


ઑસ્ટ્રેલિયા કેમ કાયદા લાવી રહ્યું છે?

ઑસ્ટ્રેલિયામાં ગૂગલ સૌથી મોટું સર્ચ એન્જિન છે અને સરકાર દ્વારા તેને એક જરુરીયાતની સેવા તરીકે ઓળખાવવામાં આવી છે.

સરકારની દલીલ છે કે સમાચાર વાંચવા માગતા લોકોના કારણે ટૅક પ્લૅટફૉમને ગ્રાહકો મળે છે અને એટલા માટે ન્યૂઝરુમને તેમની પત્રકારિતા માટે ટૅક કંપનીઓ તરફથી એક સારી રકમ આપવી જોઈએ.

સાથે દલીલ આપવામાં આવી રહી છે કે વિવિધ પડકારોનો સામનો કરી રહેલા સમાચાર ઉદ્યોગને આર્થિક મદદ મળવી જોઈએ કારણકે લોકશાહી માટે એક મજબૂત મીડિયા બહુ જરુરી છે.

સરકાર મુજબ 2005ની સરખામણીમાં ઑસ્ટ્રેલિયન પ્રિન્ટ મીડિયાની આવકમાં 75 ટકાનો ઘટાડો આવ્યો છે.

બિઝનેસ રિપોર્ટર કેટી સિલ્વર અનુસાર ડિજિટલ જાહેરાત પાછળ ખર્ચાતા દરેક 100 ઑસ્ટ્રેલિયન ડૉલરમાંથી 81 ડૉલર ગૂગલ અને ફેસબુક પાસે ચાલ્યા જાય છે. કોરોના વાઇરસ બાદ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે.

તેઓ જણાવે છે કે કંપનીઓએ ડિજિટલ જાહેરાત ઘટાડી નાખતા ઘણી ઑસ્ટ્રેલિયન મીડિયા સંસ્થાને બંધ થવાની ફરજ પડી છે. આ બધાની વચ્ચે ગૂગલ ઘણું સારું કરી રહી છે.

ગત વર્ષે સોશિયલ મીડિયા કંપનીએ ઑસ્ટ્રેલિયાથી આશરે 4 અબજ અમેરિકન ડૉલરની કમાણી કરી હતી અને કંપનીએ 45 મિલિયન ડૉલરનો કર ચૂકવ્યો છે.

https://www.youtube.com/watch?v=PqQGREIdwTM


લોકોની શું પ્રતિક્રિયા છે?

આ સમગ્ર મામલામાં ઑસ્ટ્રેલિયાના લોકો ઑનલાઇન પોતાનો ગુસ્સો અને મૂંઝવણ રજૂ કરી રહ્યા છે. અમુક લોકો સરકારની તરફેણ કરી રહ્યા છે જ્યારે અમુક લોકો સરકારના કાયદા સામે પ્રશ્ન કરી રહ્યા છે.

અમુક લોકો પૂછી રહ્યા છે કે નવું સર્ચ ઍન્જિન વાપરવા મળશે કે કેમ? ઘણા લોકો પૂછી રહ્યા છે કે શું સર્ચ ઍન્જિન હઠાવવાથી શું જીમેલ, ગૂગલ મેપ અને ગૂગલ હોમ સર્વિસ પણ બંધ થઈ જશે? હજુ સુધી ગૂગલે આ મામલે કોઈ ચોખવટ કરી નથી.

વર્લ્ડ વાઈડ વેબની શોધ કરનાર સર ટીમ બેર્નર્સ લીએ જણાવ્યું કે ઑસ્ટ્રલિયાના પ્લાનના કારણે આખી દુનિયામાં વેબ કામ કરવાના લાયક નહીં રહે.



https://www.youtube.com/watch?v=KuhhfUynuAI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
case of Google-Australia will affect the whole world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X