સિંધુ બૉર્ડર પર ખેડૂતોએ શૂટરને પકડ્યો, ટ્રેક્ટર રેલીમાં 4 ખેડૂત નેતાઓને ગોળી મારવાનુ ષડયંત્ર
Farmers Protest Singhu border News: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા (Agricultural Law)ને રદ કરવાની માંગ માટે દિલ્લી-હરિયાણા સિંધુ બૉર્ડર પર શુક્રવારે(22 જાન્યુઆરી)એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સિંધુ બૉર્ડર પર ખેડૂત નેતાઓએ દાવો કર્યો છે કે તેમણે એક શંકાસ્પદ શૂટરને પકડ્ય છે. કથિત શૂટરના ચહેરા પર નકાબ લગાવીને ખેડૂતો દ્વારા મીડિયા સામે લાવવામાં આવ્યો છે. ખેડૂતોએ ત્યારબાદ માહિતી આપી છે કે કથિત શૂટરે દાવો કર્યો છે કે આ 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર રેલીમાં તે ગોળી ચલાવીને માહોલ ખરાબ કરવાનુ ષડયંત્ર રચવાનો હતો અને ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાનો હતો. શૂટરે આ ઉપરાંત દિલ્લી પોલિસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. શૂટરે દાવો કર્યો છે કે 26 જાન્યુઆરીએ કંઈ ખોટુ થવા પર મંચ પર બેઠેલા ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાના તેને આદેશ આપવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી દ્વારા આનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલ શંકાસ્પદ શૂટરે દાવો કર્યો છે કે તે આવનારી 26 તારીખે ખેડૂત ટ્રેક્ટર રેલીમાં ગોળી ચલાવીને માહોલ ખરાબ કરવા માંગતો હતો. સાથે જ શંકાસ્પદે દાવો કર્યો છે કે 23થી 26 જાન્યુઆરી વચ્ચે ચાર ખેડૂતોને ગોળી મારવાની યોજના હતી. તેણે એ પણ દાવો કર્યો છે કે તે મહિલાઓનુ કામ પણ લોકોને ભડકાવવાનુ હતુ. શંકાસ્પદે કબુલ્યુ છે કે તેણે જાટ આંદોલનમાં પણ માહોલ ખરાબ કરવાનુ કામ કર્યુ છે.
શંકાસ્પદ વ્યક્તિએ દાવો કર્યો કે 26 જાન્યુઆરીએ સ્ટેજ પર ચાર ખેડૂત નેતા હોત તેને ગોળી મારવા માટે કહેવામાં આવ્યુ હતુ. આના માટે શૂટરને ચાર લોકોના ફોટા આપવામાં આવ્યા હતા.
શંકાસ્પદ વ્યક્તિએ કહ્યુ કે જેણે આ બધુ તેને કરવા માટે કહ્યુ છે અને શીખવ્યુ છે તે રાઈ પોલિસ સ્ટેશનનો એસએચઓ પ્રદીપ છે કે જે હંમેશા પોતાનો ચહેરો ઢાંકીને રાખતો હતો. જો કે બાદમાં આ વ્યક્તિને દિલ્લી પોલિસના હવાલે કરી દેવામાં આવ્યો છે. શંકાસ્પદ વ્યક્તિએ દાવો કર્યો છે કે પ્રદર્શનકારી ખેડૂતો હથિયાર લઈને જઈ રહ્યા છે કે નહિ, તે જાણવા માટે બે ટીમો લગાવવામાં આવી છે. શૂટરે જણાવ્યુ કે તે 19 જાન્યુઆરીથી સિંધુ બૉર્ડર પર છે. તેણે પોતાના પ્લાન વિશે દાવો કર્યો છે કે જો 26 જાન્યુઆરીએ ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢતા તો તે ખેડૂતો સાથે જ રેલીમાં મળીને ભાગ લેતો. જો પ્રદર્શનકારી પરેડ સાથે નીકળતા તો અમને તેમના પર ફાયર કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.
શંકાસ્પદ વ્યક્તિએ દાવો કર્યો છે કે તેમની 10 લોકોની ટીમ છે. તેણે કહ્યુ કે 26 જાન્યુઆરીએ રેલીમાં ખેડૂતોને શૂટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિએ કહ્યુ કે તેણે 2016માં જાટ આંદોલન દરમિયાન થયેલી હિંસા દરમિયાન ભૂમિકા નિભાવી હતી. તેણે એ પણ દાવો કર્યો કે તે કરનાલ જિલ્લામાં હાલમાં જ એક રેલી દરમિયાન લાઠીચાર્જમાં શામેલ હતો. શંકાસ્પદના દાવાબાદ ખેડૂત નેતાઓએ આરોપ લગાવ્યો કે તેમના ચાલી રહેલા આંદોલનને તોડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.
#WATCH | Delhi: Farmers at Singhu border present a person who alleges a plot to shoot four farmer leaders and cause disruption; says there were plans to cause disruption during farmers' tractor march on Jan 26. pic.twitter.com/FJzikKw2Va
— ANI (@ANI) January 22, 2021
PM મોદી આજે પરાક્રમ દિવસ સમારંભને કરશે સંબોધિત