લૉયડ ઑસ્ટિન બન્યા અમેરિકાના પહેલા અશ્વેત સંરક્ષણ મંત્રી, બાઈડેનની પસંદ પર સેનેટની મહોર
વૉશિંગ્ટનઃ લૉયડ ઑસ્ટિન(Lloyd Austin) ને અમેરિકાના(America) નવા સંરક્ષણ મંત્રી(Defense Minister) બનાવવામાં આવ્યા છે. અમેરિકી ઈતિહાસમાં આ પહેલી વાર થયુ છે જ્યારે કોઈ અશ્વેતને અમેરિકાના સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. લૉયડ ઑસ્ટિન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)ની પહેલી પસંદ હતા અને તેમણે ખુદ લૉયડ ઑસ્ટિનનુ નામ અમેરિકી સંરક્ષણ મંત્રી તરીકે સેનેટમાં રાખ્યુ હતુ. ત્યારબાદ સેનેટમાં લૉયડ ઑસ્ટિનના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે.
કોણ છે લૉયડ ઑસ્ટિન
લૉયડ ઑસ્ટિન એ પહેલા અશ્વેત છે જેમણે અમેરિકાના સંરક્ષણ મંત્રી બનવાનુ ગૌરવ મેળવ્યુ છે. લૉયડ ઑસ્ટિન અમેરિકી સેનામાં 41 વર્ષો સુધી મોટા પદો પર કામ કરી ચૂક્યા છે. અમેરિકી સેનામાં અશ્વેતો પર હંમેશા વંશીલ ટિપ્પણીઓ કરવામાં આવે છે, તેમનુ શોષણ કરવામાં આવે છે, એવામામં કોઈ અશ્વેત માટે સેનામાં 41 વર્ષો સુધી કામ કરવુ બિલકુલ સરળ નહોતુ. અમેરિકી સેનેટે 93-2 વોટ દ્વારા લૉયડ ઑસ્ટિનના નામ પર મહોર લગાવી છે.
બાઈડેન અને ઑસ્ટિનમાં સારી કેમેસ્ટ્રી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવેલા લૉયડ ઑસ્ટિન સાથે કામ કરી ચૂક્યા છે. બંને વચ્ચે ઘણા સારા સંબંધ રહી ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેને જનરલ ઑસ્ટિનને સંરક્ષણ મંત્રી તરીકે એટલા માટે પસંદ કર્યા કારણકે સેનામાં મોટા પદો પર રહીને તે દેશની અપેક્ષાઓ પર હંમેશા ખરા ઉતર્યા. સાથે જ સેનાની અંદર પણ ઑસ્ટિનનુ ઘણુ સમ્માન કરવામાં આવે છે. જ્યારે જો બાઈડેન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા એ વખતે તેમણે ઑસ્ટિન સાથે ઘણુ કામ કર્યુ છે. એવામાં તે જનરલ ઑસ્ટિન પર ઘણો વિશ્વાસ પણ કરે છે.
ભારત-અમેરિકા સંબંધ પર સંરક્ષણ મંત્રી
અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિને ખુલીને ભારત-અમેરિકાના સંબંધો પર વાત કરી છે. લૉયડ ઑસ્ટિને કહ્યુ કે, 'જો મને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવે તો મારી પ્રાથમિકતા અને બાઈડેન પ્રશાસનનો ઉદ્દેશ ભારત સાથે અમેરિકાની સૈન્ય ભાગીદારી વધારવી, તેને વધુ મજબૂત કરવાનો રહેશે. જેથી ભારત અને અમેરિકા બંને દેશોના સૈન્ય હિત સુરક્ષિત રહી શકે.'
પાકિસ્તાન પર અમેરિકી સંરક્ષણ મંત્રીનુ વલણ
અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિને ભારત-અમેરિકા સંબંધો સાથે સાથે પાકિસ્તાન વિશે પણ વાત કરી. તેમણે પાકિસ્તાનના ઉલ્લેખ કરીને કહ્યુ, 'હું પાકિસ્તાનને એ સંદેશ જરૂર આપવા માંગુ છુ કે તે આતંકીઓ અને હિંસક તત્વોને પોતાની જમીન પર પ્રોત્સાહન ન આપો. અમારી કોશિશ પાકિસ્તાની સેના સાથે સંબંધ સારા કરવાની રહેશે કારણકે અફઘાનિસ્તાનની દ્રષ્ટિએ પાકિસ્તાન સાથે સંબંધ સારા રાખવા અમેરિકા માટે ખૂબ જરૂરી થઈ જાય છે.'
પોતાના લુક માટે 'દુનિયાની સૌથી સુંદર યુવતી' થઈ ટ્રોલ