• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Noida: સેક્ટર 63માં શંકાસ્પદ બૉમ્બ મળવાના સમાચારથી હોબાળો, તપાસમાં લાગી પોલિસ

|

Suspicious Device Found In Gautam Buddh Nagar: નોઈડાઃ નોઈડા (Noida)ની કૈલાશ હોસ્પિટલમાં બૉમ્બની સૂચના બાદ શુક્રવારની સવારે સેક્ટર 63માં એક બૉમ્બ મળવાની સૂચના મળી. સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને બૉમ્બ નિરોધક દળને બોલાવવામાં આવ્યુ. ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો. ગૌતમ બુદ્ધ નગરના પોલિસ કમિશ્નર આલોક સિંહે જણાવ્યુ, 'અમે વિસ્તારને સીલ કરી દીધુ છે. વિશેષજ્ઞની ટીમ અહીં પહોંચી. પ્રારંભિક તપાસમાં આ ના તો વિસ્ફોટક છે અન ના ડેટોનેટર.' પોલિસનુ કહેવુ છે કે કોઈ તોફાની તત્વ દ્વારા બૉમ્બ જેવી દેખાતી વસ્તુ મૂકવામાં આવી હતી. તે બૉમ્બ લાગે એ માટે તેમાં એક ઘડિયાળ જેવી વસ્તુ લગાવી દેવામાં આવી હતી. પોલિસે એ વસ્તુને ત્યાંથી હટાવી દીધી છે.

કૈલાશ હોસ્પિટલમાં બોમ્બની મળી હતી સૂચના

આ પહેલા ગુરુવારે સાંજે પોલિસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સૂચના આપવામાં આવી કે કૈલાશ હોસ્પિટલમાં બૉમ્બ છે. હોસ્પિટલ પ્રશાસનની સૂચના પર પોલિસ, બૉમ્બ સ્કવૉડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. બધા દર્દી અને ને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા. હોસ્પિટલમી તપાસ કરવામાં આવી પરંતુ ક્યાંય બૉમ્બ જેવી કોઈ વસ્તુ મળી નહિ. જણાવવામાં આવ્યુ કે કોઈ માથા ફરેલ વ્યક્તિએ ફોન કરીને ખોટી સૂચના આપી.

હવે સેક્ટર 63માં બૉમ્બ

શુક્રવારે સવાર ફરીથી નોઈડાના રસ્તા પર બૉમ્બ હોવાની સૂચના મળી ત્યારબાદ પોલિસ ઘટના સ્થળે પહોંચી. સેક્ટર 63માં બૉમ્બ મળવાની સૂચના મળતા જ રસ્તા પર બંને તરફ બેરિકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યા. પોલિસ સાથે જ ફાયર બ્રિગેડની ગાડી પણ પહોંચી. બૉમ્બ નિરોધક દળે આને ડિફ્યુઝ કરી દીધો છે. પોલિસ કમિશ્નર આલોક સિંહે જણાવ્યુ, 'અમે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. વિશેષજ્ઞની ટીમ અહીં પહોંચી. પ્રારંભિક તપાસમાં આ ના તો વિસ્ફોટક છે અને ના ડેટોનેટર. બૉમ્બ ડિસ્પોઝલ સ્કવૉડે આને નિષ્ક્રિય કરી દીધો છે.'

ગુજરાત આવનારા દિવસોમાં બનશે મેડિકલ હબઃ સીએમ વિજય રૂપાણી

English summary
Delhi: Suspicious device found in Sector 63 area of Gautam Buddh Nagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X