બાલાકોટ સ્ટ્રાઈકઃ અર્નબની મુશ્કેલીઓ વધી, ઑફિશિયલ સીક્રેટ એક્ટ હેઠળ પણ થઈ શકે કાર્યવાહી
TRP Scam: હાલમાં જ રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી અને ટેલીવિઝન રેટિગ એજન્સી બીએઆરસી(બાર્ક)ના પૂર્વ સીઈઓ પાર્થ દાસ ગુપ્તાની ચેટ લીક થઈ હતી. આ ચેટમાં પુલવામા હુમલા, બાલાકોટ સ્ટ્રાઈક જેવા સંવેદનશીલ મામલાનો ઉલ્લેખ હતો. આખી ચેટનો નિષ્કર્ષ એ નીકળ્યો કે અર્નબને બાલાકોટ સ્ટ્રાઈકની માહિતી પહેલેથી મળી ગઈ હતી. એવામાં તે અને કેન્દ્ર સરકાર સતત વિપક્ષી દળોના નિશાના પર છે. આ દરમિયન અર્નબની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે કારણકે તેના પર હવે ઑફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.
આ મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil Deshmukh)કહ્યુ કે સરકારે વર્ગીકૃત સૈન્ય માહિતી પર અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની વૉટ્સએપ ચેટને ગંભીરતાથી લીધી છે. આ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને કાયદાના જાણકારો પાસેથી સલાહ લેવામાં આવી રહી છે કે શું તેમની સામે ઑફિશિયલ સીક્રિટ એક્ટ(અધિકૃત ગોપનીયતા અધિનિયમ) હેઠળ કેસ નોંધીને તેમની ધરપકડ કરી શકાય છે. તેમણે કહ્યુ કે આપણે દેશની સુરક્ષા સાથે સમજૂતી ન કરી શકીએ. એ જાણવુ બહુ જરૂરી છે કે જ્યારે અર્નબને ત્રણ દિવસ પહેલા વાયુસેના તરફથી બાલકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકની માહિતી હતી તો તેણે કયા કયા લોકો સાથે આને શેર કરી.
દેશમુખના જણાવ્યા મુજબ એ પણ શોધવુ જરૂરી છે કે અર્નબ પાસે તે માહિતીઓ ક્યાંથી આવી. તેમણે કહ્યુ કે વર્તમાન સમયમાં મુંબઈ પોલિસ ટીઆરપી કૌભાંડની તપાસ તો કરી રહી છે જેમાં આ ચેટ સામે આવી. આ મામલે મહારાષ્ટ્ર સરકાર તરફથી જે પણ સંભવ હશે તે કરશે. વળી, બુધવારે કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખ સાથે મુલાકાત કરીને અર્નબ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
રેકૉર્ડ સ્તરે પહોંચ્યુ શેર માર્કેટ, સેંસેક્સ 50000ને પાર