Joe Biden વૉશિંગ્ટન માટે રવાના, Farewell Speechમાં દીકરાને યાદ કરી ઘણી વાર થયા ભાવુક
Joe Biden Inauguration Day: વૉશિંગ્ટનઃ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં દેશના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભ માટે પોતાના ગૃહ રાજ્ય ડેલાવેયરથી રવાના થતા પહેલા બાઈડેનને જોનારાને તેમનો એક ઈમોશનલ ચહેરો જોવા મળ્યો. થોડા કલાકો બાદ જ દુનિયાની સૌથી શક્તિશાળી ખુરશી પર બેસનાર બાઈડેન વિદાય પહેલા આપેલા સંબોધનમાં ઘણી વાર ભાવુક થયા. ઘણી વાર બાઈડેનનુ ગળુ ભરાઈ ગયુ. આ દરમિયાન તેમણે પોતાના સ્વર્ગીય દીકરાને યાદ કર્યો.

કેન્સરથી થયુ હતુ દીકરાનુ મોત
ડેલાવેયરના નેશનલ ગાર્ડ સેન્ટર પર બોલતા બાઈડેને તેમને વિદાય કરવા પહોંચેલા દોસ્તો અને પરિવારજનોનો આભાર માન્યો. આ એ જ નેશનલ ગાર્ડ સેન્ટર છે જેનુ નામકરણ બાઈડેનના દીકરા બ્યુ(Beau)જેનુ કેન્સરના કારણે 2015માં મોત થઈ ગયુ હતુ. દીકરાના મોતના કારણે જ બાઈડેને 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી નહોતી લડી. વિદાય થતા પહેલા બોલતી વખતે બાઈડેને ભારે અવાજમાં કહ્યુ, 'જ્યારે હું મરીશ ત્યારે મારા દિલ પર ડેલાવેયર લખેલુ હશે.' નેશનલ ગાર્ડ સેન્ટર પર બોલતા બાઈડેને કહ્યુ, 'મારા માટે આ બહુ અંગત છે કે મારી વૉશિંગ્ટન યાત્રા અહીથી શરૂ થઈ રહી છે.'

દીકરાનુ ન હોવુ સૌથી મોટુ દુઃખ
કેપિટલ હિલમાં થયેલી હિંસા બાદ નેશનલ ગાર્ડના 25000 જવાન શપથ ગ્રહણ સમારંભમાં સુરક્ષા માટે વૉશિંગ્ટનમાં તૈનાત કરવામાં આવ્યા છે. 'હું જાણુ છુ કે અત્યારે અંધકાર છે પરંતુ એક સમય હશે જ્યારે પ્રકાશ પણ હશે. આ જ એ વસ્તુ છે જેને અમેરિકાએ મને સૌથી વધુ બતાવી છે. ' બાઈડેને કહ્યુ કે અત્યારનો સમય તેમનુ સૌથી મોટુ દુઃખ છે કે તેમનો દીકરો બ્યુ અહીં નથી. બાઈડેન ત્રણ દશક સુધી ડેલાવેયરથી સેનેટર છે અને અહીં રહીને આ પહેલા પણ બે વાર રાષ્ટ્રપતિ પદ માટે બે વાર નિષ્ફળ પ્રયત્ન કરી ચૂક્યા છે. તેમના સ્વર્ગીય દીકરા બ્યુ ડેલાવેયરમાં અટૉર્ની હતા.

દીકરા વિશે બોલીને રડવા લાગ્યા બાઈડેન
'આપણે એને રાષ્ટ્રપતિ તરીને જોવાનો હતો' બાઈડેન જ્યારે કહી રહ્યા હતા તેમની આંખોમાંથી આંસુ ચહેરા પર આવી રહ્યા હતા. તેમણે કહ્યુ, 'એવુ ન કહેશો કે વસ્તુઓ બદલાઈ ન શકે. તે બદલાઈ શકે છે. હું તમારા આગલા રાષ્ટ્રપતિ અને કમાંડર-ઈન-ચીફ બનીને ગૌરવાન્વિત અનુભવુ છે.' વિદાય સમારંભ બાદ બાઈડેન વૉશિંગ્ટન માટે રવાના થઈ ગયા જ્યાં તે મેમોરિયલમાં કોવિડ-19ના પીડિતોની યાદમાં આયોજિત કાર્યક્રમમાં શામેલ થશે. ત્યારબાદ તે રાષ્ટ્રપતિના અધિકૃત ગેસ્ટ હાઉસ બ્લેયર હાઉસમાં રાત વીતાવશે જ્યાંથી તેઓ શપથ ગ્રહણમાં શામેલ થવા માટે જશે અને શપથ લીધા બાદ પોતાના અધિકૃત નિવાસ વ્હાઈટ હાઉસમાં શિફ્ટ થઈ જશે.