છેલ્લા કલાકોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ સહયોગી સહિત 73 લોકોને ક્ષમા આપી
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ ઑફિસ છોડવાના થોડા કલાકો પહેલાં 73 લોકોના માફીનામા પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે અમેરિકી પ્રેસિડેન્ટની ક્ષમાદાનની શક્તિના અધિકાર અંતર્ગત આ તમામ લોકોને માફી આપી છે. માફી મેળવનાર લોકોમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ સહયોગી સ્ટીવ બૈનન ણ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને નિવેદન જાહેર કરીને કહ્યું કે પ્રેસિડેન્ટે આજે 73 લોકોને માફી આપી છે.'
થોડા કલાકો પહેલાં જ હસ્તાક્ષર કર્યા
બુધવારે જો બિડેન પ્રેસિડેન્ટ પદના શપથ લેતાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદેથી હટી જશે. એવામાં તેમની સહયોગીઓએ તેમને સલાહ આપી હતી કે આ સમયે તેમના સહયોગીઓએ તેમને સલાહ આપી હતી કે પ્રેસિડેન્ટે આ સમયે ખુદને કે પછી પરિવારના સભ્યોને માફી ના આપવી જોઈએ. આવું કરવાથી તેમની દોષી હોવાની ધારણા વધુ મજબૂત થશે.
ટ્રમ્પે જે લોકોને માફી આપી છે તેમાં સ્ટીવ બૈનનું નામ પ્રમુખ છે. બૈનન 2016ના પ્રેસિડેન્શિયલ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ સલાહકાર રહ્યા હતા. બૈનન પર અમેરિકા-મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા માટે ખાનગી ધન એકઠું કરવાના પ્રયાસ પર પ્રેસિડેન્ટના સ્વયંના સમર્થકોને ઠગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વ્હાઈટ હાઉસે નિવેદનમાં કહ્યું કે બૈનન કંજર્વેટિવ આંદોલનમાં એક મહત્વપૂર્ણ નેતા રહ્યા છે અને પોતાની રાજનૈતિક કુશળતા માટે ઓળખાય છે.
કહેવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે અમેરિકા ફર્સ્ટના નારાને દક્ષિણપંથી રાષ્ટ્રવાી લોકો વચ્ચે પૉપ્યુલર બનાવ્યું હતું તે સ્ટીવ બેનનનો જ આઈડિયા હતો.
આ લોકોને પણ માફી મળી
બૈનન સાથે જ ટ્રમ્પ માટે ટૉપ ફંડ એકઠું કરનાર ઈલિયટ બ્રૉયડીને પણ માફી આપવામાં આવી છે. પાછલા વર્ષે તેમને વિદેશી લૉબી કાનૂનના ઉલ્લંઘનનો દોષી માનવામાં આવ્યો હતો. તેની સાથે જ રૈપર લિલ વેન અને કોડક બ્લેકને પણ રાષ્ટ્રપતિએ માફી આપી દીધી છે. તેમને સંઘીય હથિયાર અપરાધ કાનૂન અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બંનેને જેલ થઈ હતી.
આ ઉપરાંત ટ્રમ્પે ગૂગલ એન્જીનિયર એંથોની ગોંવાંદોવસ્કીને પણ માફી આપી દીધી છે. એંથની પર ગૂગલની સેલ્ફ ડ્રાઈવિંગ કારના ટ્રેડ સીક્રેટ ચોરવાનો આરોપ લાગ્યો હતો. પાછલા વર્ષે માર્ચમાં દોષિ ઠેરવ્યા બાદ તેને 18 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. કોવિડને પગલે તેમને જેલ મોકલવામાં નહોતા આવ્યા પરંતુ કોર્ટે કહ્યું હતું કે કોવિડ મહામારી ખતમ થયા બાદ તેમણે સજા પૂરી કરવી પડશે.
રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનુ છેલ્લુ સંબોધન, બોલ્યા - રાજકીય હિંસા સહન કરી શકાય નહિ