Kumbh Mela 2021: મહાકુંભના રંગમાં રંગાણી ધાર્મિક નગરી Haridwarની દિવાલો, જુઓ તસવીરો
ઉત્તરાખંડના હરિદ્વારમાં 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિથી કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે, જે એપ્રિલ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓની ભીડ હરિદ્વાર સુધી પહોંચવા લાગી છે. આ મેળાને યાદગાર બનાવવા માટે ધર્મનગરીની દિવાલો પર લોકો પરંપરા અને લોક સંસ્કૃતિને રંગોથી દિવાલો પર ચિતરવામાં આવી રહી છે.

ચિત્રકામથી સજાવી દિવાલો
જણાવી દઈએ કે પ્રદેશ સરકાર ધર્મનગરીને સજાવવા-સંવારવાની સાથે જ સ્વચ્છ બનાવવામાં પણ કોઈ કસર નથી છોડી રહી. કુંભ ક્ષેત્રમાં સરકારી ભવનો સહિત પુલ, મંદિર, મઠ, ઘાટ વગેરેની દિવાલોને ધાર્મિક માન્યતાઓ અને સંસ્કૃતિને દિવાલ પર સજાવવામાં આવી રહી છે. આના માટે હરિદ્વાર-રૂડકી વિકાસ પ્રાધિકરણ તરફથી 'પેંટ માઈ સિટી' અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેનાથી ધર્મ નગરીની સૂરત જ બદલી ગઈ છે.

ચિત્રોના માધ્યમથી રામાયણ સાથે જોડાયેલા પ્રસંગ દેખાડ્યા
દિવાલો પર ચિતરવામાં આવેલ ધાર્મિક આસ્થા, લોક પરંપરાઓ અને પૌરાણિક સંસ્કૃતિનો વૈભવ પણ કુંભમાં શ્રદ્ધાળુઓને પોતાના તરફ આકર્ષિત કરશે. જણાવી દઈએ કે કુંભ મેળામાં રામાયણ સાથે જોડાયેલા પ્રસંગોના ચિત્રોના માધ્યમથી દિવાલો પર દેખાડવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ્ય ચિત્રોના માધ્યમથી રામાયણનો સંદેશ આપવાનો છે. જ્યારે દીવાલો અને ખાલી સ્થાનો પર ચિતરવામાં આવેલી કલાકૃતિઓના આ રંગ જોવા લાયક છે.

શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડની લોક સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત થશે
મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતનું કહેવું છે કે રાજ્ય સરકાર દિવ્ય અને ભવ્ય કુંભ મેળા માટે પ્રતિબદ્ધ છે. પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે કુંભમાં હરિદ્વાર આવનારા કરોડો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડની લોક સાંસ્કૃતિક વિરાસતથી પણ પરિચિત થઈ શકે.