Opinion Poll 2021: પશ્ચિમ બંગાળમાં કોની સરકાર બનશે, જાણો શું કહે છે જનતાનો મૂડ
આ વર્ષે દેશના પાંચ મોટાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે જેને લઈ રાજનૈતિક દળોએ અત્યારથી જ કમર કસી લીધી છે. જો કે હજી સુધી વિધનસભા ચૂંટણીની તારીખની ઘોષણા નથી થઈ પરંતુ પાંચ રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, પોંડીચેરી અને કેરળમાં વર્તમાન સરકારે પોતાની ઉપલબ્ધિઓ ગણાવવી શરૂ કરી દીધી છે. આ વર્ષે સૌની નજર મુખ્યમંત્રી મમતા બેનરજીના ગઢમાં થનાર વિધાનસભા ચૂંટણી પર રહેશે. હાલમાં જ સામે આવેલ એક ઓપિનિયન પોલમાં મમતા સરકાર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.
એબીપી ન્યૂઝ દ્વારા પશ્ચિમ બંગાળમાં કરાવવામાં આવેલ સર્વેનું માનીએ તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર મમતા સરકારનો પરચમ લહેરાવી શકે છે. ઓપિનિયન પોલ મુજબ રાજ્યના નતા ફરી એકવાર મમતા બેનરજીની સત્તામાં વાપસી કરાવી શકે છે. પોલ મુજબ વિધાનસભા ચૂંટણી 2021માં તૃણમૂલ કોંગ્રેસને 154થી 162 સીટ મળી શકે છે, જ્યારે ભાજપને 98-106 સીટ, કોંગ્રેસ ગઠબંધનને 26-34 સીટ અને અન્યોને 2-6 સીટ મળવાની ઉમ્મીદ છે.
આ પણ વાંચો
- ABP ન્યૂઝ સર્વેઃ આસામમાં ભાજપ સત્તા બચાવી શકશે કે કોંગ્રેસની વાપસી થશે? જાણો શું કહે છે સર્વે
- C-Voter Opinion Poll 2021: તમિલનાડુની જનતા કોને સત્તા સોંપશે, જાણો શું કહે છે સર્વે
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા સીટ માટે રાજનૈતિક દળો વચ્ચે જોરદાર ઘમાસાણ થશે. આ ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપની પૂર્વ સહયોગી પાર્ટી શિવસેના પણ ભાગ લેશે, હાલમાં જ પાર્ટીની બેઠક બાદ સંજય રાઉતે આ વાતનું એલાન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં જનતાના મૂડની વાત કરીએ તો મોટાભાગના લોકો મુખ્યમંત્રી મમતા બેનરજીના કામથી સંતુષ્ટ છે. સર્વે મુજબ 43 ટકા લોકો પશ્ચિમ બંગાળ સરકારના કામથી બહુ સંતુષ્ટ દેખાયા. જ્યારે 32 ટકા લોકો મુખ્યમંત્રીના કામથી સંતુષ્ટ છે. જ્યારે 3 ટકા લોકો આ મુદ્દે પોતાનો મંતવ્ય ના બનાવી શક્યા અને 22 ટકા લોકો રાજ્ય સરકારના કામથી ખુશ નથી.