અરુણાચલમાં ચીને ગામ બનાવ્યું હોવાના રિપોર્ટ પર MEAએ કહ્યું- સ્થિતિ પર નજર બનાવી રાખી છે
પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલ સીમા વિવાદ વચ્ચે ચીને અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સીમાની અંદર ગામ વસાવી દીધું છે. આ ગામમાં 101 જેટલાં ઘર બનાવવામાં આવ્યાં છે. આ ગામ અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક ભારતીય સીમાની 4.5 કિમી અંદર આવેલ છે. જેના પર હવે વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે, અમે ભારત સાથેના સીમાવર્તી ક્ષેત્રોમાં ચીનના નિર્માણ કાર્ય પર લેટેસ્ટ રિપોર્ટ જોયો છે. ચીને પાછલા કેટલાય વર્ષોમાં આવા પ્રકારના માળખાકીય નિર્માણ ગતિવિધિ શરૂ કરી છે. સ્થિતિ પર અમે નજર બનાવી રાખી છે.
અરુણાચલ પ્રદેશમાં ચીને ગામ બનાવવાના મીડિયા રિપોર્ટ્સ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારત સાથે સીમાવર્તી ક્ષેત્રોમાં ચીનના નિર્માણ કાર્યો પર લેટેસ્ટ રિપોર્ટ જોયો છે. ચીને પાછલા કેટલાય વર્ષોથી આવા પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યાં છે. મંત્રાલયે કહ્યું કે જવાબમાં અમારી સરકારે પણ બોર્ડર પર રોડ, પુલ વગેરે સહિત કેટલાંય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કર્યાં છે, જેનાથી બોર્ડર નજીક રહેતા સ્થાનિક લોકોને મદદ મળી છે.
મંત્રાલયે કહ્યું કે અરુણાચલ પ્રદેશ સહિત તમામ બોર્ડર વિસ્તારોમાં નાગરિકોના જીવન સ્તરને સુધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છે. સરકારે બોર્ડર વિસ્તારમાં ચીનના કંસ્ટ્રક્શન એક્ટિવિટીનો રિપોર્ટ જોયો છે. ભારત સરકાર આના પર સતત નજર રાખી રહી છે. ભારત સરકાર પોતાની સંપ્રભુતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. જણાવી દઈએ કે હાલમાં જ ભારતીય સીમામાં ચીની નિર્માણની તસવીર સામે આવી છે.
Farmer Protest: ટ્રેક્ટર રેલીને લઈ દાખલ અરજી પર 20 જાન્યુઆરીએ સુનાવણી
એનડીટીવીની રિપોર્ટ મુજબ સેટેલાઈટ તસવીરથી માલૂમ પડે છે કે ચીને અરુણાચલ પ્રદેશમાં એક ગામ બનાવ્યું છે જ્યાં 101 ઘર છે. આ તસવીર 1 નવેમ્બર 2020ની છે, જેના પર કેટલાય વિશેષક્ષોએ પુષ્ટિ કરી છે કે આ કંસ્ટ્રક્શન ભારતીય સીમામાં વાસ્તવિક નિયંત્રણ રેખાથી 4.5 કિમી અંદર બનેલ છે. આ ગામ અરુણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લામાં આવેલ છે. આ ગામના કાંઠે ત્સારી ચૂ નામની નદી પણ વહે છે.