રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનની થઇ શરૂઆત, ગડકરી બોલ્યા - 2025 સુધીમાં રોડ અકસ્માતમાં 50 ટકાનો થશે ઘટાડો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરી હતી. એક મહિના ચાલેલા આ અભિયાનમાં લોકોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરવામાં આવશે અને આ માટે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગ સલામતી સંબંધિત કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં યુવાનોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવશે.
રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાનનો પ્રારંભ કરતાં નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે આ અભિયાનની ખૂબ જ જરૂર હતી. માર્ગ અકસ્માતમાં ઘણા યુવાનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ અભિયાન દ્વારા, યુવાનોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરવામાં આવશે, જેથી 2025 પહેલાં આપણે માર્ગ અકસ્માતો અને તેના કારણે થતાં મૃત્યુને 50% ઘટાડી શકીશું. નીતિન ગડકરીએ કહ્યું કે જો આપણે 2030 સુધી આ રીતે જ ચાલતા રહીશું તો ત્યાં સુધીમાં 6-7 લોકો પોતાનો જીવ ગુમાવશે, તેથી જરૂરી હતું કે યુવાનોને માર્ગ સલામતીના નિયમો અંગે જાગૃત કરવામાં આવે. તમને જણાવી દઈએ કે આ અભિયાન 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી 30 કિ.મી. રસ્તો બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે માર્ચના અંત સુધીમાં અમે 40 કિ.મી. રસ્તો બનાવવાનું લક્ષ્યાંક પૂર્ણ કરીશું.
We have achieved the target of constructing 30 kilometres of road, I believe that by the end of March, perhaps we will achieve the target of constructing 40 kilometres of road per day: Nitin Gadkari, Minister of Road Transport & Highways https://t.co/rKISRqsXo1
— ANI (@ANI) January 18, 2021
મંત્રાલયે આપેલી માહિતી મુજબ, આ એક મહિનાના ગાળામાં દેશમાં માર્ગ સલામતીને લગતા પમ્પ્લેટ, સૂત્રોચ્ચાર, બેનરો વગેરે દ્વારા માર્ગ સલામતી અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં પરિવહન મંત્રાલય, પીડબ્લ્યુડી, પોલીસ, ડોક્ટર અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે ન્યારી-2 સિંચાઈ યોજનાનો વિસ્તાર વધાર્યો