ABP ન્યૂઝ સર્વેઃ આસામમાં ભાજપ સત્તા બચાવી શકશે કે કોંગ્રેસની વાપસી થશે? જાણો શું કહે છે સર્વે
ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષ પહેલાં આસામમાં કોંગ્રેસના 15 વર્ષના શાસનને એક નિર્ણાયક જનાદેશ સાથે સમાપ્ત કરી ઈતિહાસ રચ્યો હતો. ABP Opinion Poll મુજબ ભાજપ આસામમાં ફરી વખત સત્તામાં વાપસી કરશે. ભાજપી ગઠબંધન (એનડીએ)ને 73થી 81 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસના ગઠબંધન (યૂપીએ)ને 36થી 44 સીટ મળી શકે છે. રાજ્યમાં સત્તા મેળવવા માટેનો મેજિક નંબર 63 છે.
Q-1: શું તમે કેન્દ્ર સરકારથી સંતુષ્ટ છો?
બહુ સંતુષ્ટ- 25%
સંતુષ્ટ- 43%
અસંતુષ્ટ- 20%
કહી ના શકીએ- 12%
Q-1: તમે મોદીના કામથી કેટલા સંતુષ્ટ છો?
બહુ સંતુષ્ટ- 33%
સંતુષ્ટ- 37%
અસંતુષ્ટ- 16%
કહી ના શકીએ- 14%
Q-3: તમે મુખ્યમંત્રીથી કેટલા સંતુષ્ટ છો?
બહુ સંતુષ્ટ- 35%
સંતુષ્ટ- 31%
અસંતુષ્ટ- 22%
કહી ના શકીએ- 12%
Q-3: આસામની ચૂંટણી કોણ જીતશે?
સર્વેક્ષણ મુજબ સોનોવાલના નેતૃત્વવાળી ભાજપ આસામમાં 2021 વિધાનસભા ચૂંટણી લડશે અન ેબહુમત હાંસલ કરી સત્તામાં વાપસી કરશે.
- એનડીએ- 73-81 સીટ
- યૂપીએ- 36-44 સીટ
- એઆઈડીયૂએફ- 5-9 સીટ
- અન્ય- 0-4 સીટ
સૌથી વધુ વોટશેર કોને મળશે?
ભાજપ પહેલેથી જ રાજ્યમાં મોટા પાયે પ્રચાર કરી રહી છે અને આગામી ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવવાની સંભાવના છે. ઓપિનિયન પોલ મુજબ આ વખતે ચૂંટણીમાં NDAને 43 ટકા વોટ મળી શકે છે. જ્યારે UPAના ખાતામાં 35 ટકા સીટ જવાનું અનુમાન છે. AIDUGના ખાતામાં 8 ટકા સીટ જઈ શકે છે. આ ઉપરાંત અન્યને 14 ટકા વોટ મળી શકે છે.
C-Voter Opinion Poll 2021: તમિલનાડુની જનતા કોને સત્તા સોંપશે, જાણો શું કહે છે સર્વે
એનડીએ સ્પષ્ટ રૂપે યૂપીએથી 8% વોટ શેરથી આગળ છે. જો કે આની સાથે જ યૂપીએ અને એડીએનો મત ટકાવારી વધી છે. જ્યારે AIUDF અને અન્યનો વોટ શેર ઘટ્યો છે. આસામ ભાજપ અને નાના સહયોગિઓના રાજ્ય નેતૃત્વએ એનઆરસી/સીએએ સંબંધિત વિવાદોને મજબૂતી સાથે દૂર કર્યા છે. જો કે તરુણ ગોગોઈનું નિધન કોંગ્રેસ માટે સહાનુભૂતિ ફેક્ટર છે.