કોરોના વેક્સીન લીધાના બીજા જ દિવસે 46 વર્ષીય વૉર્ડ બૉયનું મોત
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં કોરોના વાયરસ વેક્સીનને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં કોરોના વેક્સીન લગાવ્યાના એક દિવસ બાદ જ રવિવારે (17 જાન્યુઆરી)ના રોજ 46 વર્ષીય એક વૉર્ડ બૉય મહિપાલ સિંહનું નિધન થયું છે. ડૉક્ટર્સે શરૂઆતી તપાસમાં કહ્યું કે મોતનું કારણ હાર્ટ અટેક છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ શનિવારે રસી લાગ્યા બાદ વોર્ડ બૉય મહિપાલ સિંહ બિલકુલ ઠીક હતો. મહિપાલ સિંહને કોવિશીલ્ડ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જેના 24 કલાક બાદ શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ થવાની ફરિયાદ તેણે કરી હતી અને બાદમાં તેનું નિધન થયું. જો કે વૉર્ડ બૉયના દીકરાનું કહેવું છે કે વેક્સીન લાગ્યા બાદ તેના પિતાની તબીયત પહેલાં જેવી નહોતી.
ટીઓઆઈના રિપોર્ટ મુજબ મુરાદાબાદના મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ એમસી ગર્ગે જણાવ્યું કે મહિપાલ સિંહને શનિવારે બપોરે 12 વાગ્યે કોવિશીલ્ડ વેક્સીન આપવામાં આવી. રવિવારે બપોરે તેમમે છાતીમાં દુખાવાની અને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. રસીકરણ બાદ તેમણે રાતની શિફ્ટમાંકામ કર્યું હતું અને રસીના દુષ્પ્રભાવથી તેમનું નિધન થયુ હોય એવું અમને નથી લાગતું. જો કે અમે મૃત્યુના યોગ્ય કારણનો પતો લગાવવાની કોશિશ કરી રહ્યા છીએ. મૃતદેહને જલદી જ પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો
જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ બાદ મહિપાલ સિંહને જિલ્લા હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કરી દીધો. જણાવી દઈએ કે મહિપાલ સિંહની ડ્યૂટી સર્જિકલ વોર્ડમાં હતી અને તેના પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે.

મહિપાલના દીકરાએ શું કહ્યું?
મહિપાલના દીકરા વિશાલનું કહેવું છે કે તેના પિતાની શનિવારે રાતથી તબિયાત ખરાબ હતી. સવારે અચાનક જ તેમને તાવ આવી ગયો. મહિપાલના દીકરા વિશાલે કહ્યું કે, ‘મારા પિતાએ રસી લીધા બાદથી તેમની તબિયત બગડી હતી. તેમણે મને ઘરે પાછા લઈ જવા માટે ઓટો રિક્સા લઈ આવવા કહ્યું હતું કેમ કે તેમની તબિયત ખરાબ હતી અને તેઓ બાઈક ચલાવી શકે તેમ નહોતા. હું બપોરે 1.30 વાગ્યે ત્યાં પહોંચ્યો અને તેમની હાલત પહેલેથી વધુ ખરાબ થઈ ચૂકી હતી.'

ડૉક્ટર્સે શું કહ્યું
હૉસ્પિટલના તબીબોએ જણાવ્યું કે હોસ્પિટલે લાવતા પહેલાં જ મહિપાલનું નિધન થઈ ગયું હતું. પરિવારના કહેવા પર કેટલીયવાર તેનું ચેકઅપ કર્યું, પરંતુ કોઈ ફાયદો ના થયો. બની શકે કે તેમને સાયલેન્ટ અટેક આવ્યો હોય અને પરિવારને આ વિશે માલૂમ ના પડ્યું હોય.
નોંધનીય છે કે મુરાદાબાદમાં રસીકરણ અભિયાનના પહેલા દિવસે મુરાદાબાદ જિલ્લામાં લગભગ 479 સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. એક સવાલના જવાબમાં વિશાલે જણાવ્યું કે તેના પિતા મહિપાલ સિંહ ક્યારેય કોરોના પોઝિટિવ નહોતા થયા.
‘અમારે કોવિશીલ્ડ વેક્સીન જોઈએ છે, કોવેક્સીન નહિ...', જાણો દિલ્હીના તબીબોએ આવી માંગ શા માટે કરી