• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાશ્મીર ઘાટીના હાલાતમાં સુધારો, 217 આતંકવાદીઓ જ બચ્યા, ઘૂસણખોરી પણ 70% ઘટી

|

ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવી દીધો હતો. જે બાદથી ઘાટીના હાલાતમાં સતત સુધારો થઈ રહ્યો છે, જો કે પાકિસ્તાન હજી પણ આતંકવાદીઓનો સાથ આપી રહ્યું છે. સાથે જ તેની કોશિસ કાશ્મીર ઘાટીમાં વધુમાં વધુ આતંકવાદીઓ મોકલવાની રહે છે. પાક.ના નાપાક ઈરાદાને જોતાં ભારતીય સેના પણ હંમેશા સતર્ક રહે છે. જે કારણે હવે ઘણી હદે ઘાટીમાં આતંકવાદ પર લગામ લાગી છે. આ ઉપરાંત સેના ઘાટીના યુવાઓને યોગ્ય રસ્તે લાવવા માટે પણ કેટલાય મોટાં પગલાં ઉઠાવી રહી છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં ચિનાર કોર્પ્સ (Chinar Corps)ના જીઓસી લેફ્ટિનેંટ જનરલ બીએસ રાજૂએ કહ્યું કે 2020માં આતંકવાદીઓની ભરતી ઘણી હદે નિયંત્રણમાં હતી, ખાસ કરીને 2018ની સરખામણીએ. હાલના સમયમાં ઘાટીમાં સક્રિય આતંકવાદીઓની સંખ્યા 217 છે, જે પાછલા એક દશકામાં સૌથી ઓછી છે. પાડોસી દેશના નાપાક ઈરાદા પર તેમણે કહ્યું કે ડ્રોન અને સુરંગો દ્વારા પાકિસ્તાન ડ્રગ્સ અને હથિયાર મોકલવાની ફિરાકમાં રહે છે. આના માટે સેના તરફથી અંડરગ્રાઉન્ડ રડાર સહિત કેટલાય હાઈટેક ઉપકરણોનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

લેફ્ટિનેંટ નજરલ રાજૂ મુજબ જ્યારે પણ કોઈ અથડામણ થાય છે તો આતંકીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવે છે. સાથે જ સેનાની કોશિશ રહે છે કે સ્થાનિક લોકોને ઓછામાં ઓછી અસુવિધા થાય. ભારતીય સેનાના જવાન સ્થાનિક સંસ્કૃતિ અને ધાર્મિક સંવેદનશીલતાનું સંપૂર્ણપણે સન્માન કરે છે છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અથડામણ દરમ્યાન આતંકી સ્થાનિક હોવાનું માલૂમ પડે તો સેના તેને આત્મસમર્પણ માટે કહે છે. જો તેની ઓળખ થઈ જાય છે તો તેના પરિજનોને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવે છે, જેથી કરીને તેઓ તેને સમજાવી શકે. આટલું બધું થયા બાદ પણ આતંકી આત્મસમર્પણ ના કરે ત્યારે મજબૂરીમાં આવી સેનાએ આગળની કાર્યવાહી કરવી પડે છે.

છબી ખરાબ કરવાની કોશિશ

લેફ્ટિનેંટ નજરલ રાજૂએ જણાવ્યું કે ઘાટીમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ભીડવાળા વિસ્તારમાં સુરક્ષાબળો અને નાગરિકોને નિશાન બનાવે છે. તેમનો ઉદ્દેશ્ય રહે છે કે જવાન તરત કાર્યવાહી કરે, જેથી નાગરિકોને નુકસાન પહોંચે. આવું કરી તેઓ સુરક્ષાબળોની છબી ખરાબ કરવા ઈચ્છે છે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવવામાં આવે છે, પરંતુ આપણા જવાન વિસ્તારના માહોલને જોઈને જ કાર્યવાહી કરે છે. તેમણે કહ્યું કે આ વર્ષે અમે પાછલા વર્ષની સરખામણીએ ઘુસણખોરીને 70 ટકા ઘટાડવામાં સફળ રહ્યા છીએ. LoC અને LAC પર સંપૂર્ણપણે હાલાત નિયંત્રણમાં છે. સાથે જ ભારતીય સેના બંને જગ્યા પર હરેક હાલાતથી નિપટવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

પીએમ મોદીએ લીલી ઝંડી આપી તે 8 ટ્રેનમાં વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચ પણ શામેલ, જાણો ખાસિયત

English summary
Kashmir Valley situation improved, 70% of infiltration in control
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X