પીએમ મોદીએ શરૂ કર્યુ કોરોના રસીકરણ અભિયાન, વાંચો તેમના સંબોધનની મોટી વાતો
PM Narendra Modi Speech today on Coronavirus Vaccination Drive: દેશભરમાં આજે(16 જાન્યુઆરી)થી કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યથી દેશભરમાં આજે 3006 કેન્દ્રો પર રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી છે. 3006 રસીકરણ કેન્દ્રો પર ત્રણ લાખ હેલ્થકેર વર્કરોને આજે રસી મૂકાશે. આ વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન છે. પીએમ મોદીએ રસીકરણ કાર્યક્રમની શરૂઆત સાથે દેશવાસીઓેને સંબોધિત કરીને તેમને અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે તે વૈજ્ઞાનિક, વેક્સીન રિસર્ચ સાથે જોડાયેલ અનેક લોકો વિશેષ પ્રશંસાના હકદાર છે, જે છેલ્લા ઘણા મહિનાથી કોરોના સામે વેક્સીન બનાવવામાં લાગેલા હતા. સામાન્ય રીતે એક વેક્સીન બનાવવામાં વર્ષો લાગી જાય છે. પરંતુ આટલા ઓછા સમયમાં એક નહિ, બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સીન તૈયાર થઈ છે.

આ સાથે જ પીએમ મોદીએ Co-Win સૉફ્ટવેર એપનૈ પણ લૉન્ચ કર્યુ છે. રસી લગાવનારનો આખો ડેટા Co-Win સૉફ્ટવેરમાં પણ અપલોડ થશે અને તેને ડિજિટલ સર્ટિફિકેટ પણ મળશે. પીએમ મોદીએ કહ્યુ કે આજના દિવસની આખો દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, કેટલા મહિનાઓથી દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધો, જવાન બધાના મોઢે એક જ સવાલ હતો કે કોરોનાની રસી ક્યારે આવશે. હું ભારતમાં દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન શરૂ થવા માટે બધા દેશવાસીઓને આના માટે અભિનંદન આપુ છુ.
પીએમ મોદીના સંબોધનની મોટી વાતો...
- પીએમ મોદીએ કહ્યુ હું દેશના દરેક લોકોને યાદ અપાવવા માંગુ છુ કે કોરોના વેક્સીનના બે ડોઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશેષજ્ઞોએ કહ્યુ છે કે બંને રસીકરણ વચ્ચે એક મહિનાનુ અંતર હોવુ જોઈએ.
- પીએમ મોદીએ કહ્યુ કે મારો તમને અનુરોધ છે કે મોટાપાયે રસીકરણ અભિયાન ક્યારેય નથી ચલાવવામાં આવ્યુ, દુનિયામાં 3 કરોડથી ઓછી વસ્તીવાળા 100થી વધુ દેશ છે અને ભારત પહેલા તબક્કામાં જ 3 કરોડ લોકોને રસી આપી રહ્યુ છે, બીજા તબક્કામાં આપણે આ સંખ્યાને 30 કરોડ સુધી લઈ જવાની છે.
- મારો તમને અનુરોધ છે કે પહેલો ડોઝ મેળવ્યા બાદ માસ્ક ઉતારવાની ભૂલ ના કરતા અને સોશિયલ ડિસ્ટંસીગ જાળવી રાખજો કારણકે બીજો ડોઝ મળ્યા બાદ જ ઈમ્યુનિટી ડેવલપ થાય છે.
Covid-19 Live: પીએમ મોદીએ કોરોના રસીકણ અભિયાનની કરી શરૂઆત