સાંસદ મનીષ તિવારીએ વેક્સીન વિશે ઉઠાવ્યા આ સવાલ
આઠ મહિનાના લાંબી રાહ બાદ છેવટે શનિવારે ભારતમાં કોરોના મહામારીથી બચાવ માટે કોરોના રસીકરણની શરૂઆત થઈ ગઈ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનેશન અભિયાનનો શુભારંભ કર્યો. તેમણે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી દેશભરમાં આજે 3006 કેન્દ્રો પર રસીકરણના કાર્યક્રમની શરૂઆત કરી છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યુ કે જો વેક્સીન આટલી સુરક્ષિત અને વિશ્વસનીય હોય અને વેક્સીનના પ્રભાવ પ્રશ્નોથી પરે હોય તો પછી એવુ કેવી રીતે બની શકે કે સરકારના એક પણ અધિકારી રસીકરણ માટે આગળ કેમ નથી આવતા, આ દુનિયાભરના અન્ય દેશોમાં થયુ છે?
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યુ કે ઘણા આસન્ન ડૉક્ટરોએ સરકાર સાથે COVAXINની પ્રભાવકારિતા અને સુરક્ષા અંગે એમ કહીને સવાલ ઉઠાવ્યા છે કે લોકો એ નહિ પસંદ કરી શકે કે તે કઈ વેક્સીન લેવા માંગે છે. એ સૂચિત સંમતિના પૂરા સિદ્ધાંતની વિરુદ્ધ જાય છે. આ પહેલા પણ મનીષ તિવારીએ કોરોના વેક્સીન અંગે સવાલ ઉઠાવીને કહ્યુ હતુ કે કોવેક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ જ ચાલી રહી છે અને સરકારે આ વેક્સીન લગાવવા જઈ રહી છે, શું ભારતીય નાગરિકો ગિની પિગ છે?
તમને જણાવી દઈએ કેદેશભરમાં આજે(16 જાન્યુઆરી)થી કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યથી દેશભરમાં આજે 3006 કેન્દ્રો પર રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી છે. 3006 રસીકરણ કેન્દ્રો પર ત્રણ લાખ હેલ્થકેર વર્કરોને આજે રસી મૂકાશે. આ વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન છે. પીએમ મોદીએ રસીકરણ કાર્યક્રમની શરૂઆત સાથે દેશવાસીઓેને સંબોધિત કરીને તેમને અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે તે વૈજ્ઞાનિક, વેક્સીન રિસર્ચ સાથે જોડાયેલ અનેક લોકો વિશેષ પ્રશંસાના હકદાર છે, જે છેલ્લા ઘણા મહિનાથી કોરોના સામે વેક્સીન બનાવવામાં લાગેલા હતા. સામાન્ય રીતે એક વેક્સીન બનાવવામાં વર્ષો લાગી જાય છે. પરંતુ આટલા ઓછા સમયમાં એક નહિ, બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સીન તૈયાર થઈ છે.
અર્નબની ગોસ્વામીની કથિત વૉટ્સચેપ ચેટ લીક પર હોબાળો