ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, 45નાં મૃત્યુ અને 820થી વધારે ઈજાગ્રસ્ત
ઇંડોનેશિયાના સુલોવેસી દ્વીપમાં શનિવારે આવેલા ભૂકંપ બાદ રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે આ ભૂકંપમાં ઓછામાં ઓછા 45 લોકોનાં મૃત્યુ થયાં છે, સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે અને બજારો લોકો ડરના માર્યા ઘર છોડીને ભાગવા મજબૂર થયા છે.
એટલું જ નહીં, ભૂકંપ પછી કાટમાળ નીચે હજી અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે.
ઇંડોનેશિયાની આપદા રાહત એજન્સીએ જણાવ્યું છે કે 6.2ની તીવ્રતાના ભૂકંપ બાદ પશ્ચિમ સુલોવેસી પ્રાંતના મામુજુ અને માજેને જિલ્લાઓમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો પણ એમાં જાનમાલને નુકસાનના સમાચાર નથી.
એજન્સીના પ્રમુખ ડાની મૉનાર્ડોએ ઇન્ડોનેશિયાના કોંપાસ ટીવીને જણાવ્યું છે કે કાટમાળમાં દબાયેલા લોકોને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
એજન્સી પ્રમાણે ભૂકંપના કારણે 820થી વધારે લોકોને ઈજા થઈ છે અને 15 હજાર લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે અનેક લોકોએ પહાડોમાં શરણ લેવાની જરૂર પડી છે, તો અનેક લોકો ભીડભાડ ધરાવતા બચાવકેન્દ્રમાં રહી રહ્યા છે.
- યોગીના ગઢમાં મોદીની નવી ચાલ, ગુજરાત કૅડરના IASથી રાજકારણી બનનાર એ.કે. શર્મા કોણ છે?
- બર્ડ ફ્લૂ : પક્ષીથી માણસને ચેપ લાગે? લક્ષણો શું છે?
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો