અમિત શાહની BJP નેતાઓને સલાહ, 'કૃષિકાયદાના સમર્થનમાં કાર્યક્રમ કરવાથી બચવું જોઈએ'
એનડીટીવીના અહેવાલ અનુસાર ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા સરકારને સલાહ આપી છે કે તેઓ કૃષિકાયદાઓના સમર્થનમાં કાર્યક્રમ કરવાથી બચે.
હરિયાણાના શિક્ષણમંત્રી કંવરપાલ ગુર્જરે બુધવારે પત્રકારોને કહ્યું, "કરનાલમાં જે કંઈ થયું, તેના પછી ગૃહમંત્રીએ સરકારને સલાહ આપી છે કે તેઓ ખેડૂતોની સાથેના ટકરાવને આગળ ન વધારે."
સાથે જ હરિયાણાના મંત્રીએ ખેડૂતો પર પણ નિશાન તાંકીને કહ્યું કે રવિવારે જ્યારે મુખ્ય મંત્રી ખટ્ટર એક સભાને સંબોધિત કરવાના હતા, ત્યારે આખા રાજ્યમાં ખેડૂતોએ કેવું વર્તન કર્યું.
ગુર્જરે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધિત ન કરવાના હરિયાણાના મુખ્ય મંત્રીના નિર્ણયની સરાહના કરી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ભંગ બદલ ગોપાલ ઇટાલિયા સહિત છની ધરપકડ
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતના ડાયમંડના વેપારીઓને મળી રહ્યા હતા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ભંગ બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ઇટાલિયાએ બુધવારે બપોરે ફેસબુક પર લખ્યું કે તેઓ ડાયમંડના વેપારીઓને મળવા મહિધારપુરા માર્કેટની મુલાકાત લેશે.
મુલાકાતનું કારણ તેમણે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બૌર્સના આગામી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. અનેક વેપારીઓએ તેની ફરિયાદ કરી હતી માટે તેઓ મળવા જઈ રહ્યા હતા.
જ્યારે ગોપાલ ઇટાલિયા અને બીજા કાર્યકર્તા ડાયમંડ માર્કેટ જવા માટે રસ્તામાં હતા ત્યારે પોલીસ અધિકારીઓએ મહિધારપુરા પોલીસસ્ટેશને તેમને અટકાવ્યા હતા.
મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં તેમણે રામધૂન બોલાવી હતી. ત્યારબાદ પોલીસ તેમને પોલીસસ્ટેશન લઈ ગઈ હતી.
ગોપાલ ઇટાલિયા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમને સાંજે જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=nzaz-Iijwbk
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો