Pongal 2021: ચેન્નઈ પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે કાદુમ્બડી મંદિરમાં કરી પૂજા
RSS chief Mohan Bhagwat offered prayers at Sri Kadumbadi Temple in Chennai today: તમિલનાડુમાં આજે પોંગલનો તહેવાર જોરશોરથી મનાવવામાં આવી રહ્યો છે. આજે સવારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ ચેન્નઈના શ્રી કાદુમ્બડી મંદિરમાં પૂરા વિધિવિધાનથી પૂજા કરી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આજે તમિલનાડુ પહોંચવાના છે. જે અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે જ્યાં ઉત્તર ભારતના લોકો આજે મકર સંક્રાતિ મનાવશે ત્યાં દક્ષિણ ભારત પોંગલની ઉજવણીમાં ડૂબેલુ છે. આ બંને પાકના તહેવાર કહેવાય છે. ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિ મનાવવામાં આવે છે જેનુ મહત્વ સૂર્યના મકર રેખાની તરફ પ્રસ્થાન કરવા અંગે છે જ્યારે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં પોંગલ દ્વારા સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાનુ સ્વાગત કરવામાં આવે છે એટલે કે ભાવ એક જ છે.
તમિલ લોકો આને પોતાનુ ન્યૂ યર માને છે
તમિલનાડુમાં સૂર્યને અન્ન-ધનના ભગવાન માનીને ચાર દિવસ સુધી ઉત્સવ મનાવવામાં આવે છે. આ તહેવારનુ નામ પોંગલ એટલા માટે છે કારણકે આ દિવસે સૂર્ય દેવને જે પ્રસાદ અર્પિત કરવામાં આવે છે તે પોંગલ કહેવાય છે. તમિલ ભાષામાં પોંગલનો એક અન્ય અર્થ નીકળે છે સારી રીતે ઉકળવુ. તમિલ લોકો આનો પોતાનુ ન્યૂ યર માને છે.
ચાર દિવસનો તહેવાર છે પોંગલ
આ ચાર દિવસનો તહેવાર છે. પહેલી પોંગલને ભોંગી પોંગલ કહે છે જે દેવરાજ ઈન્દ્રને સમર્પિત છે. બીજી પોંગલનો સૂર્ય પોંગલ કહે છે. આ ભગવાન સૂર્યને સમર્પિત છે. ત્રીજી પોંગલને મટ્ટુ પોંગલ કહે છે. આ દિવસે ખેડૂતો પોતાના બળદની પૂજા કરે છે. ચાર દિવસના આ તહેવારના અંતિમ દિવસે કન્યા પોંગલ મનાવવામાં આવે છે જેને તિરુવલ્લુરના નામથી પણ લોકો બોલાવે છે.
આજે મકરસંક્રાતિ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી