દેશભરમાં પોલિયો અભિયાન પર રોક, હવે કોરોના રસીકરણ પર સરકારનુ ફોકસ
નવી દિલ્લીઃ સરકારની કઠોર મહેનત બાદ 27 માર્ચ 2014ના રોજ ભારત પોલિયો મુક્ત થઈ ગયુ હતુ. ત્યારબાદ જ સાવચેતી રૂપે રસીકરણ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો જેથી આ વાયરસ કોઈ માસુમને પોતાનો શિકાર ન બનાવી શકે. ગયા વર્ષે 2020માં ભારતમાં કોરોના મહામારી ફેલાઈ જેણે અત્યાર સુધી 1.5 લાખ લોકોના જીવ લીધા છે. હાલમાં જ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ બે કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ થઈ જશે. જેના કારણે પોલિયો રસીકરણ અભિયાન પર કેન્દ્રએ એક મોટો નિર્ણય લીધો છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ અનપેક્ષિત ગતિવિધિઓના કારણે 17 જાન્યુઆરી 2021થી પોલિયો એનઆઈડી(રાષ્ટ્રીય રસીકરણ દિવસ) રદ કરી દેવામાં આવ્યો છે. આવતા આદેશ સુધી આ રસીકરણ અભિયાન પર રોક ચાલુ રહેશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોગ્ય વિભાગની જે ટીમ પોલિયો રસીકરણ અભિયાનમાં લાગી હતી તેને હવે કોરોના રસીકરણના કામમાં લગાવવામાં આવશે. પોલિયો રસીકરણમાં લાગેલી ટીમ પાસે આ દિશામાં કામ કરવાનો લાંબો અનુભવ પણ છે.
પોલિયો કેટલો ખતરનાક?
વાસ્તવમાં પોલિયે એક સંક્રમક રોગ છે, જે પોલિયો વાયરસ દ્વારા બાળકોમાં ફેલાય છે. આ બિમારીથી ગ્રસિત બાળકોનુ એક અંગ જિંદગીભર માટે નબળુ એટલે કે લકવાગ્રસ્ત થઈ જાય છે. આનો કોઈ ઈલાજ નથી. જો કે જો આની વેક્સીન બાળકોને આપવામાં આવે તો વાયરસ તેને નુકશાન પહોંચાડી શકતુ નથી. વળી, નાના બાળકોનુ શરીર રોગપ્રતિકારક ક્ષમતા બનાવવામાં સક્ષમ નથી રહેતુ જેના કારણે આ વેક્સીન માત્ર પાંચ વર્ષ સુધીના બાળકોને જ આપવામાં આવ છે. પોલિયો મુક્ત ભારત માટે સરકારે રાષ્ટ્રીય સ્તરે પોલિયો રસીકરણ અભિયાન શરૂ કર્યુ હતુ. જેને ઘરે ઘરે જઈને બાળકોને આપવામાં આવે છે.
ગુજરાતઃ આદિવાસી વિસ્તાર ડાંગ બનશે ઑર્ગેનિક ખેતી કરતો જિલ્લો