કોરોનાની ફ્રી વેક્સીન અંગે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનુ નિવેદન
નવી દિલ્લીઃ Free Vaccine in Delhi: દેશભરમાં કોરોના વેક્સીન(Corona vaccine)ના રસીકરણ માટે તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. મંગળવારે દેશના અલગ અલગ ભાગોમાં વેક્સીનની પહેલી ખેપને રવાના પણ કરી દેવામાં આવી છે પરંતુ આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર પાસેથી મફત વેક્સીનની માંગ સતત ચાલુ છે. દિલ્લી સરકારે પણ મફત વેક્સીન આપવાની માંગ કરી છે પરંતુ હજુ સરકારે આના પર કોઈ નિર્ણય લીધો નથી.
ફ્રી વેક્સીન પર સત્યેન્દ્ર જૈનનો જવાબ
દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનુ કહેવુ છે કે મે હર્ષવર્ધનજીને મફતમાં રસી પૂરી પાડવાની અપીલ કરી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી. અમે સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છે. હાલમાં અમારી પાસે આ સિવાય કોઈ માહિતી નથી. સત્યેન્દ્ર જૈનનુ કહેવુ છે કે અમને આશા છે કે સરકાર અમારી અપીલને માનશે. આ પહેલા પણ અમારી અપીલ પર કેન્દ્ર સરકારે યુકેથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
પહેલા તબક્કામાં 51 લાખ લોકોને લાગશે વેક્સીની રસી
સત્યેન્દ્ર જૈને આ ઉપરાંત કહ્યુ કે દિલ્લીમાં કોરોના વેક્સીનની રસી સૌથી પહેલા આરોગ્યકર્મીઓને લગાવવામાં આવશે. ત્યારબાદ ફ્રંટલાઈન વર્કર્સ જેવા કે પોલિસ, સફાઈ કર્મચારી, જળ બોર્ડના કર્મચારીઓને વેક્સીન લગાવવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને અને બિમારીઓથી ગ્રસ્ત 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે. આ સાથે દિલ્લીમાં પહેલા તબક્કા હેઠલ 51 લાખ લોકોને વેક્સીનની રસી લગાવવામાં આવશે.
કોવિશીલ્ડ વેક્સીનની પહેલી ખેપ પૂણે સીરમ ઈન્સ્ટીટ્યુટથી રવાના