Covid-19 vaccine: કોવિશીલ્ડ વેક્સીનની પહેલી ખેપ પૂણે સીરમ ઈન્સ્ટીટ્યુટથી થઈ રવાના
Covishield coronavirus Vaccine Dispatched: કોરોના વાયરસ અંગે ભારતવાસીઓ માટે ખુશખબરી છે. 16 જાન્યુઆરીથી પ્રસ્તાવિત વેક્સીનેશન માટે કોવિશીલ્ડ(Covishield vaccine)ની પહેલી ખેપ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા (Serum Institute of India)થી રવાના થઈ ચૂકી છે. આની માહિતી ડીસીપી નમ્રતા પાટીલ આપી છે. કોવિશીલ્ડ વેક્સીનને દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલવાનુ કામ 12 જાન્યુઆરી(મંગળવાર)થી શરૂ થઈ ગયુ છે. સરકારે કોવિશીલ્ડની 1.1 કરોડ ડોઝ ખરીદવાનો ઑર્ડર આપ્યો છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ મંગળવારની સવારે સીરમ ઈન્સ્ટીટ્યુટથી કોવિશીલ્ડ વેક્સીનને પૂણે એરપોર્ટ લઈ જવા માટે ત્રણ કન્ટેનર ટ્રકોનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટ્રકોમાં વેક્સીનને ત્રણ ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવી છે. પૂણે એરપોર્ટથી 88 ઉડાનો કોવિશીલ્ડ વેક્સીનનને દેશના 13 અલગ અલગ સ્થાનો પર લઈ જશે. પૂણેના ડીસીપી નમ્રતા પાટીલે કહ્યુ કે વેક્સીનની પહેલી ખેપ અહીં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની સુવિધાથી મોકલવામાં આવી છે. અમે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે.
વળી, બધા લૉજિસ્ટિકના એમડી સંદીપ ભોસલેએ કહ્યુ કે કુલ 8 ઉડાનો આજે કોવિશીલ્ડ વેક્સીનને પૂણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 13 વિવિધ સ્થળોએ લઈ જશે. પહેલી ફ્લાઈટ દિલ્લી એરપોર્ટ માટે રવાના થશે. તમને જણાવી દઈએ કે દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થતા વેક્સીનનેશન પહેલા શરૂ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(એસઆઈઆઈ) અને ભારત બાયોટેકથી કોવિડ-19 રસીની છ કરોડથી વધુ ડોઝ ખરીદવાનો ઑર્ડર આપ્યો છે. જેની કુલ કીંત 1300 કરોડ લગાવવામાં આવી રહી છે. સરકારે ભારત બાયોટેકને 55 લાખ ડોઝનો ઑર્ડર આપ્યો છે. ભારત બાયોટેકના 55 લાખ ડોઝના ઑર્ડરની કિંમત 162 કરોડ રૂપિયા છે. કોવિશીલ્ડનો 1.1 કરોડનો ડોઝ ખરીદવાનો ઑર્ડર સોમવારે આપવામાં આવ્યો છે.