Covid-19 Vaccination: PM મોદી આજે વેક્સીનેશન પર બધા મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
PM Narendra Modi to meet all chief ministers to discuss Covid-19 vaccination: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવાર એટલે કે આજે કોરોના વાયરસ સામે વેક્સીનના રોલઆઉટ પર ચર્ચા કરવા માટે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 4 વાગે મુખ્યમંત્રીઓ સાથે રાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારીની વર્તમાન સ્થિતિ અને વેક્સીનેશન અભિયાન પર ચર્ચા કરશે. આ અંગેની માહિતી ન્યૂઝ એજન્સી એએનઆઈએ આપી છે. 16 જાન્યુઆરીથી પ્રસ્તાવિત કોવિડ-19 વેક્સીનેશન અભિયાન શરૂ થતા પહેલા પીએમ મોદી આજે બધા મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરશે. આ બેઠકમાં પીએમ મોદી કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ અને તેના રસીકરણ અંગે ચર્ચા કરશે.
વેક્સીન પર ઉઠી શકે છે સવાલ
અટકળો લગાવવામાં આવી રહી છે કે આ બેઠકમાં ઘણા મુખ્યમંત્રી વેક્સીન પર સવાલ ઉઠાવશે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પંજાબ સહિત દેશના મોટાભાગના વિપક્ષી રાજ્ય બધા જનતાના વેક્સીનેશન સરકાર તરફથી ફ્રીમાં ઈચ્છે છે. આજની બેઠકમાં અમુક રાજ્યોના સીએમ આ મુદ્દે ઉઠાવી શકે છે અને કેન્દ્ર સરકારને રસીકરણનો બધો ખર્ચ ઉઠાવવા માટે કહી શકે છે. જો કે કેન્દ્રએ સ્પષ્ટ કર્યુ છે કે દેશમાં સૌથી પહેલા રસીનો ડોઝ આરોગ્યકર્મી અને ફ્રંટલાઈન વર્કરોને જ ફ્રીમાં લગાવવામાં આવશે. આ બેઠક પહેલા એક દિવસ રવિવાર(10 જાન્યુઆરી) પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આખા રાજ્યમાં રસીકરણ મફતમાં કરવાનુ એલાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે કોરોના વેક્સીનની કિંમત કેટલી હશે એ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. રાજ્ય સરકારે આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વર્કરોને ફ્રીમાં રસી લગાવ્યા બાદ રાજ્ય પાસેથી કિંમત લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
દેશમાં 16 જાન્યુઆરીથી લાગશે કોરોના વેક્સીન
કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે ઘોષણા કરી છે કે દેશમાં કોરોના વેક્સીનનો ડોઝ 16 જાન્યુઆરીથી શરૂ થશે. તેમણે કહ્યુ છે કે કોરોના વેક્સીનનો ડોઝ સૌથી પહેલા આરોગ્યકર્મીઓને લગાવવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો, જે ગંભીર બિમારીઓથી પીડિત છે, તેમને વેક્સીન આપવામાં આવશે. ભારતે બે કોરોના વેક્સીનનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ભારતમાં કોવિડ-19થી અત્યાર સુધી1.50 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, એક કરોડ 4 લાખથી વધુ દેશમાં કોરોના કેસ છે જેમાંથી 2 લાખથી વધુ સક્રિય કેસ છે અને એક કરોડથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે.
કૃષિ કાયદા અને આંદોલન અંગેની અરજીઓ પર SCમાં આજે સુનાવણી