નારી શક્તિએ રચ્યો ઈતિહાસ, મહિલા પાયલટની ટીમે ઉડાવી અત્યાર સુધીની સૌથી લાંબી ફ્લાઈટ
નવી દિલ્લીઃ Air India's longest direct flight: આ દેશમાં મહિલાઓ સમયે સમયે ઈતિહાસ બનાવતી રહે છે. એકવાર ફરીથી કંઈક એવુ કરી બતાવ્યુ છે એર ઈન્ડિયાની મહિલા પાયલટ ટીમે, જેણે દુનિયાની સૌથી લાંબી ડાયરેક્ટ રૂટવાળી ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર રવિવાર લેન્ડ કરાવી. આ સફળતા સાથે જ એર ઈન્ડિયાની આ મહિલા પાયલટ ટીમે ઈતિહાસ બનાવી દીધો છે.

16 હજાર કિલોમીટરની સફર કરી
આ એક ઐતિહાસિક પળ હતી જ્યારે ફ્લાઈટમાં હાજર બધી મહિલા પાયલટે સેન ફ્રાન્સિસકોથી ઉડાન ભર્યા બાદ નૉર્થ પોલ થઈને તેને સીધી બેંગલુરુ કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરાવી. આ સફરનુ કુલ અંતર 16,000 કિલોમીટર હતુ. એર ઈન્ડિયા તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ફ્લાઈટનો નંબર એઆઈ-176 શનિવારે સેન ફ્રાન્સિસકોથી રાતે 8.30 વાગે (સ્થાનિક સમયાનુસાર) રવાના થઈ હતી.
|
નારી શક્તિની ઐતિહાસિક ઉપલબ્ધિ-હરદીપ સિંહ પુરી
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે કૉકપિટમાં પ્રોફેશનલ, યોગ્ય અને આત્મવિશ્વાસી મહિલા ચાલક સભ્યોએ એર ઈન્ડિયાના વિમાનથી સેન ફ્રાન્સિસકોથી બેંગલુરુ માટે ઉડાન ભરી છે અને તે ઉત્તર ધ્રુવથી પસાર થશે. આપણી નારી શક્તિએ એક ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે.
|
આજે બધી મહિલા પાયલટો માટે ગર્વનો દિવસ - ઝોયા અગ્રવાલ
મહિલા પાયલટ ટીમની કેપ્ટન ઝોયા અગ્રવાલે પોતાની આ ઉપલબ્ધિ માટે કહ્યુ કે આજે આપણી આ ઉપલબ્ધિથી માત્ર અમે જ નહિ પરંતુ બધી મહિલા પાયલટોનુ સમ્માન વધ્યુ છે. અમને આ ઐતિહાસિક પળનો હિસ્સો બનવા માટે ખૂબ ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. ઝોયાએ જણાવ્યુ કે આ રસ્તા દ્વારા અમે 10 ટન ફ્યુઅલની પણ બચત કરી છે.
ગુજરાતઃ 10 મહિના બાદ ખુલી સ્કૂલ, ભણવા આવ્યા 10-12માંના છાત્ર