For Quick Alerts
For Daily Alerts
કોરોના વેક્સીન સ્ટોર કરવા બાબતે ઓરિસ્સા સરકારે SOP જાહેર કરી
ભુવનેશ્વર દેશમાં કોરોના વેક્સીનના રસીકરણની ઘોષણા થઈ ગઈ છે.1 6 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ થઈ જશે. આ ઘષણા પહેલાં રાજ્ય સરકારોએ હરેક પ્રકારની તૈયારીઓ પૂરી કરી લીધી છે. શુક્રવારે ઓરિસ્સા સરકારે વેક્સીનની સેફ્ટી અને સુરક્ષાને લઈ એક એસઓપી જાહેર કરી છે. જેમાં વેક્સીનના ભંડારણ સ્થળ, ટ્રાંસપોર્ટેશન અને રસીકરણ સાઈટને લઈ નિર્દેશ જાહેર કર્યા છે.
ઓરિસ્સા સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી પીકે મહાપાત્રાએ પણ કલેક્ટરો અને એશપીને પત્ર લખી એસઓપીના નિર્દેશનું પાલન કરવા કહ્યું છે.
સરકારે રાજ્યભરમાં કોરોના વેક્સીન આપવાનો પ્લાન તૈયાર કરી લીધોઃ વિજય રૂપાણી
એસઓપીના નિર્દેશ
- ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ અધિનિયમ 1940 અને નિયમ 1945 અંતર્ગત સરકારી આપૂર્તિ અંતર્ગત કોવિડ 19 વેક્સીનનો કોઈપણ અનધિકૃત ભંડારણ, વિતરણ, ખરીદી અથવા વેચાણ એક દંડનીય અપરાધ છે અને ડ્રગ્સ નિયંત્રક સાથોસાથ અન્ય કમિશ્નરને પણ તરત સૂચિત કરવા જરૂરી છે.
- કોરોના વેક્સીનના લાભાર્થીઓને જોડવા માટે CO-WIN પોર્ટલ ડિઝાઈન કરવમાં આવ્યું. COVID-19 વેક્સીન (નામ, બેચ, નિર્માણ તિથિ)નું વિવરણ ઈલેક્ટ્રોનિક ડેટાબેસમાં નોંધવામાં આવશે અને બેચ નંબરની સાથે રસીનો ડોઝ પ્રત્યેક સાઈટ પર માત્ર ઈલેક્ટ્રોનિક પ્રણાલીના ઉપયોગ કરીને જ વહેંચવામાં આવશે.
- તમામ આંશિક રૂપે ઉપયોગ કરાતી ખાલી વેક્સીનની શીશિઓને કોલ્ડ ચેન પોઈન્ટમાં પરત લાવવી જરૂરી છે અને સીપીસીબી દિશાનિર્દેશ મુજબ તેનું નિસ્તાંતરણ કરાવવું જોઈએ.
- શરૂઆતી તબક્કામા સીમિત વેક્સીનની ઉપલબ્ધતા સાથે ભંડારણ સ્થળ પર પરિવહન દરમ્યાન અને સત્ર સ્થળો પર રસીની સુરક્ષા માટે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ.