આમ આદમી પાર્ટીએ ઘોષિત કર્યા યુપી અને ગોવાના સંયોજકોના નામ
નવી દિલ્લીઃ Aam Admi Part: આમ આદમી પાર્ટી સતત પોતાના વિસ્તાર પર ધ્યાન આપી રહી છે અને આ જ કારણ છે કે પાર્ટીએ હજુ સુધી યુપીમાં વિધાનસભા ચૂંટણી સહિત અન્ય ઘણા રાજ્યોમાં સ્થાનિક ચૂંટણીમાં લડવાનુ એલાન કરી દીધુ છે. ચૂંટણી લડવાની તૈયારીઓ વચ્ચે પાર્ટીએ વિવિધ રાજ્યોમાં પ્રમુખ પદો પર નિયુક્તિઓ કરી છે.
ગોવા અને યુપીના સંયોજક જાહેર
પાર્ટી દ્વારા સર્વસંમતિથી નિયુક્ત કરવામાં આવેલ આ સભ્યોમાં ગોપાલ ઈટાલિયા અને રાહુલ મમ્બરે પણ શામેલ છે, જે ગોવા અને ઉત્તર પ્રદેશ માટે ક્રમશઃ નવા રાજ્ય સંયોજક તરીકે પોતાની જવાબદારી સંભાળશે.
આમને મળી પ્રવકતાની જવાબદારી
આ ઉપરાંત અજીત ત્યાગી અને આશુતોષ સેંગરને ઉત્તર પ્રદેશ માટે પાર્ટીના પ્રવકતા તરીકે જવાબદારી આપવામાં આવી છે. દિલ્લી માટે ઘનશ્યામ કૌશિક જ્યારે ગોવામાં સુરેશ તિલવે અને વાલ્મીકિ નાઈક પાર્ટીના પ્રવકતા તરીકે કામ કરશે. વળી, ગુજરાતમાં પાર્ટીએ રાજેશ શર્માને પ્રવકતા નિયુક્ત કર્યા છે.
સોશિયલ મીડિયા માટે પણ નવા સભ્યોની નિયુક્તિ
આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા માટે પણ નવા સભ્યોની નિયુક્તિ સાથે પોતાના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ટીમનો પણ વિસ્તાર કર્યો છે. પુલકિત શર્માને વિકાસ કેડિયા સાથે રાષ્ટ્રીય સોશિયલ મીડિયા કોઑર્ડિનેટરની જવાબદારી મળી છે.
બર્ડ ફ્લુનુ જોખમઃ ગુજરાતમાં મૃત મળ્યા 40 કાગડા અને બગલા