For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્રના ભંડારામાં ભીષણ દૂર્ઘટના, હોસ્પિટલમાં આગ લાગતા 10 નવજાત બાળકોના મોત
Maharashtra Bhandara Ten children died in a fire: મહારાષ્ટ્રના ભંડારાની જિલ્લા જનરલ હોસ્પિટલના બાળકોના વૉર્ડમાં રાતે બે વાગે ભીષણ આગ લાગી ગઈ. આ દૂર્ઘટનામાં 10 નવજાત બાળકોના મોત થઈ ગયા. ન્યૂ બૉર્ન બેબી કેર યુનિટ(SNCU) યુનિટમાંથી સાત બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ભંડારાના સિવિલ સર્જન પ્રમોદ ખાંડતેએ આપી છે. મરનાર બાળકોમાં એક દિવસથી લઈને ત્રણ મહિના સુધીના બાળકો શામેલ છે.
ટીવી રિપોર્ટ મુજબ ન્યૂબૉર્ન બેબી કેર યુનિટના આઈસીયુ વૉર્ડમાં કુલ 17 બાળકો હતા. જેમાં 7ને બચાવી શકાયા અને 10ના મોત થઈ ગયા. જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યારે ફરજ પર હાજર નર્સે દરવાજો ખોલ્યો ત્યારે રૂમમાં ધૂમાડો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ સ્થાયી રીતે કરાયુ સસ્પેન્ડ