ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ દરેક અમેરિકનોની જેમ હું પણ હિંસાથી નારાજ છુ, નવી સરકાર પર કહી આ વાત
US President Donald Trump on US capitol violence: અમેરિકાના કેપિટલ બિલ્ડિંગ(અમેરિકી સંસદ)માં થયેલી હિંસાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિંદા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકો દ્વારા કરાયેલ હોબાળા અને હિંસા પર કહ્યુ છે કે બધા અમેરિકનોની જેમ તે પણ હિંસાથી નારાજ છે. તેમણે કહ્યુ, જે હિંસામાં શામેલ હતા, તે અમેરિકી નહોતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, 'બધા અમેરિકનોની જેમ, હું પણ હિંસા, અરાજકતા અને મારામારીથી નારાજ છુ. મે ઈમારતને સુરક્ષિત કરવા અને ઘૂસણખોરોને બહાર કાઢવા માટે તરત જ નેશનલ ગાર્ડ અને ફેડરલ લૉ એનફોર્સમેન્ટને તૈનાત કર્યા. અમેરિકા હંમેશા કાયદો અને વ્યવસ્થાનુ રાષ્ટ્ર હોવુ જોઈએ.'
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, 'હવે કોંગ્રેસે(સંસદ) ચૂંટણી પરિણામો પ્રમાણિત કરી દીધા છે. 20 જાન્યુઆરીએ એક નવા પ્રશાસનનુ ઉદઘાટન કરવામાં આવશે. મારુ ધ્યાન હવે સત્તાને સુચારુ, વ્યવસ્થિત અને નિર્બાધ પરિવર્તનને સુનિશ્ચિત કરવાથી ઉપર છે.'
જો બાઈડને હિંસા કરનારને કહ્યુ - ઘરેલુ આતંકવાદી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને અમેરિકી સંસદ ભવન પર હોબાળો અને હિંસા કરનારને ઘરેલુ આતંકવાદી કહ્યા છે. જો બાઈડેને કહ્યુ છે, 'છેલ્લા અમુક દિવસોમાં આપણે જે જોયુ, તે ઠીક નહોતુ. આ કોઈ વિકાર નહોતો. આ તો અરાજકતા હતી. તે પ્રદર્શનકારી નહોતા. તેમને પ્રદર્શનકારી ન કહેવા જોઈએ, તે હુલ્લડખોરો, વિદ્રોહી અને ઘરેલુ આતંકી હતા. કાલનો દિવસ એક કાળો દિવસ હતો. કોઈ પણ મને એ નથી કહી શકતુ કે જો કાલનો વિરોધ કરનારા બ્લેક લાઈવ્સ મેટરનુ એક ગ્રુપ હોત, તો તેમને કેપિટલમાં હાજર ભીડની સરખામણીમાં વધુ અલગ વ્યવહાર ન કરવામાં આવત. આપણે સૌ જાણીએ છીએ કે આ સાચુ છે પરંતુ આ અસ્વીકાર્ય છે.'
ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રતિબંધ
હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટને ઓછામાં ઓછા બે સપ્તાહ કે પછી અનિશ્ચિતકાળ માટે બેન કરી દેવામાં આવ્યુ છે. આ દરમિયાન ટ્રમ્પ પોતાના આ સોશિયલ મીડિયા હેન્ડલને એક્સેસ નહિ કરી શકે. ફેસબુકના ચીફ માર્ક ઝુકરબર્ગે કહ્યુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને પોસ્ટ કરવાની મંજૂરી આપવાનુ જોખમ ખતરનાક છે.
કોઈ પુરાવા નથી કે દ. આફ્રિકાનો કોરોના સ્ટ્રેન વધુ સંક્રમક છે