US: કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ 12 કલાક માટે લૉક, FB-YouTube એ પણ વીડિયો હટાવ્યા
Twitter locks account of outgoing US President Donald Trump for 12 hours: વૉશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020ન પરિણામો માટે હજુ પણ વિવાદ ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવી રહ્યા છે. બુધવારે ટ્રમ્પના સમર્થકો(Donald Trump supporters)એ વ્હાઈટ હાઉસ અને કેપિટલ બિલ્ડિંગની બહાર જોરદાર હોબાળો કર્યો છે જેના કારણે વૉશિંગ્ટન ડીસીમાં કર્ફ્યુ લગાવી દીધો છે. જેમાં એક મહિલાનુ મોત થઈ ગયુ છે અને એક અન્ય નાગરિકને પણ ગોળી વાગી છે.
વળી, આ દરમિયાન ટ્રમ્પનુ ટ્વિટર અકાઉન્ટ 12 કલાક માટે લૉક કરી દેવામાં આવ્યુ છે અને તેને ટ્વિટર તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો તે નિયમોનુ ઉલ્લંઘન કરશે તો તેમનુ અકાઉન્ટ હંમેશા માટે બ્લૉક કરી દેવામાં આવશે. વાસ્તવમાં ટ્વિટરે ટ્રમ્પને અપીલ કરી હતી કે તે ત્રણ ટ્વિટ્સને પોતાના અકાઉન્ટમાંથી ડિલીટ કરે કે જે વાંધાજનક છે અને હિંસાને પ્રોત્સાહન આપે છે. પરંતુ ટ્રમ્પે આ ટ્વિટ હટાવ્યા નહિ. ત્યારબાદ ટ્વિટરે ટ્રમ્પનુ અકાઉન્ટ બ્લૉક કરી દીધુ.
હિંસા ભ઼ડકાવી તો હંમેશા માટે થશે અકાઉન્ટ બ્લૉક
ટ્વિટર ટીમ તરફથી કહેવામાં આવ્યુ છે કે 'વૉશિંગ્ટન ડીસીમાં ચાલી રહેલ હિંસાના કારણે અમારે ડોનાલ્ડ ટ્રમ્પના ત્રણ ટ્વિટ હટાવવા પડી રહ્યા છે, જેને આજે પોસ્ટ કર્યા હતા.આ ટ્વિટ સિવિક ઈંટિગ્રિટી પૉલિસીનુ ગંભીર રીતે ઉલ્લંઘન કરે છે.' તમને જણાવી દઈએ કે માત્ર ટ્વિટર નહિ પરંતુ ફેસબુક અને યુટ્યુબે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ વીડિયોને હટાવી દીધા છે જેમાં યુએસ કેપિટલમાં હિંસા દરમિયાન ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. ફેસબુકે પણ 24 કલાક માટે ટ્રમ્પને લૉક કર્યા છે.
તમને જણાવી દઈએ કે અમેરિકી સાંસદ(US Senate)ના સંયુક્ત સત્રમાં ચૂંટણી મંડળમાં મતોની ગણતરી અને તેને પ્રમાણિત કરવાની પ્રક્રિયા બુધવારે આરંભ થઈ પરંતુ ટ્રમ્પ સમર્થક(Donald Trump)દ્વારા કરવામાં આવેલ હોબાળાા કારણે કાર્યવાહી રોકી દેવામાં આવી છે. ટ્રમ્પ સમર્થક પોલિસને ઘેરો તોડીને કેપિટલ બિલ્ડિંગ(Capitol building)ની અંદર ઘૂસી ગયા. જણાવવામાં આવી રહ્યુ છે કે કેપિટલ બિલ્ડિંગની અંદર ભયાનક તોડફોડ કરવામાં આવી છે. સ્થિતિને બગડતી જોઈને વૉશિંગ્ટનમાં સાંજે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકી સેનેટેની અંદરના જે ફોટા અને વીડિયો સામે આવ્યા છે તેમાં પ્રદર્શનકારી સેનેટ ચેમ્બર પાસે જમા થયેલા દેખાઈ રહ્યા છે. તેમાંથી અમુકની પાસે હથિયાર પણ જોવા મળ્યા છે.
ટ્રમ્પ સમર્થકોનો કેપિટલ બિલ્ડિંગમાં હોબાળો, 1 મહિલાનુ મોત