US: કેપિટલ બિલ્ડિંગમાં હિંસા પર PM મોદી બોલ્યા - શાંતિપૂર્ણ રીતે સત્તાનુ હસ્તાંતરણ થવુ જરૂરી
Prime Minister Narendra Modi on US Capitol Violence: અમેરિકામાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામો વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump )ના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં જોરદાર હોબાળો કર્યો છે. જેમાં એક મહિલાનુ મોત થવા અને ઘણા લોકો ઘાયલ થવાના સમાચાર છે. આ સમગ્ર મામલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવાર(7 જાન્યુઆરી)ની સવારે ટ્વિટ કર્યુ, 'વૉશિંગ્ટન ડીસીમાં હુલ્લડ અને હિંસાના સમાચારો જોઈને દુઃખી છુ. વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સત્તાનુ હસ્તાંતરણ થવુ ખૂબ જરૂરી છે. લોકતાંત્રિક પ્રક્રિયાને ગેરકાયદે વિરોધના માધ્યમથી વિકૃત કરવાની મંજૂરી ન આપી શકાય.' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દુનિયાના ઘણા મોટા નેતાઓએ હિંસાની નિંદા કરી છે.
હિંસામાં એક મહિલાનુ મોત, વૉશિંગ્ટનમાં લાગ્યો કર્ફ્યુ
આ હોબાળો એ વખતે થયો જ્યારે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનની જીતને પ્રમાણિત કરવા માટે સાંસદો સંસદ(કેપિટલ)ના સંયુક્ત સત્ર માટે કેપિટલની અંદર હતા. એ વખતે કેપિટલ બિલ્ડિંગની બહાર ટ્રમ્પ સમર્થકોએ હોબાળો કર્યો. અહીં પોલિસ સાથે તેમની ઝડપ પણ થઈ. જેમાં અમુક લોકોના ઘાયલ થવાના સમાચાર પણ છે. રિપોર્ટ મુજબ આ દરમિયાન ગોળી પણ ચાલી જેમાં એક મહિલાનુ મોત થઈ ગયુ છે. રિપોર્ટ મુજબ હાલમાં વૉશિંગ્ટનમાં હિંસા અટકી ગઈ છે. સાવચેતી રૂપે 12 કલાક માટે કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે.
કેવી રીતે શરૂ થઈ હિંસા
વાસ્તવમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદનુ સંયુક્ત સત્ર શરૂ થતા પહેલા સોશિયલ મીડિયા હેન્ડલ પર કહ્યુકે તે ચૂંટણીમાં થયેલી પોતાની હારને સ્વીકારશે નહિ. તેમણે કહ્યુ કે ચૂંટણીમાં ધાંધલી થઈ છે અને આ ધાંધલી તેમના હરીફ ડેમોક્રેટિક જો બાઈડેન માટે કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વૉશિંગ્ટન ડીસીમાં પોતાના હજારો સમર્થકોને સંબોધિત કરીને કહ્યુ - જ્યારે ધાંધલી થઈ હોય ત્યારે તમારે પોતાની હાર ન સ્વીકારવી જોઈએ. ટ્રમ્પે લગભગ એક કલાક લાંબુ ભાષણ આપ્યુ અને દાવો કર્યો કે ચૂંટણીમાં તેમની શાનદાર જીત થઈ છે. ટ્રમ્પના ભાષણ બાદ જ કેપિટલ બિલ્ડિંગની બહાર ટ્રમ્પ સમર્થકોએ હોબાળો કર્યો.
કેપિટલ બિલ્ડિંગમાં હિંસા બાદ વૉશિંગ્ટન ડીસીમાં ઈમરજન્સી
ફેસબુક, ટ્વિટરે હટાવ્યો ટ્રમ્પનો વીડિયો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક વીડિયો જેમાં તે પોતાના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા તેને ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબે હટાવી દીધો છે. વળી, ઈન્સ્ટાગ્રામે કહ્યુ કે અમે 12 કલાક માટે ટ્રમ્પના અકાઉન્ટ પર નજર રાખી રહ્યા છે. વળી, ટ્વિટરે ટ્રમ્પના અકાઉન્ટને 12 કલાક માટે લૉક કરી દીધુ છે.