8 જાન્યુઆરીથી દેશમાં થશે કોરોના વેક્સિનનો બીજો ડ્રાય રન
કોરોના વાયરસ રસીનો બીજો ડ્રાય રન આઠ જાન્યુઆરીએ દેશભરના તમામ જિલ્લાઓમાં યોજાશે. રસીકરણ માટે પ્રથમ ડ્રાય રન 28 અને 29 ડિસેમ્બરે દેશના 4 રાજ્યોમાં કેટલાક સ્થળોએ કરવામાં આવ્યો હતો. આ પછી, 2 જાન્યુઆરીએ, સમગ્ર દેશમાં પ્રથમ ડ્રાય રન તમામ રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો. હવે 8 મી જાન્યુઆરીએ દેશના તમામ રાજ્યોના તમામ જિલ્લાઓમાં ડ્રાય રન થશે. 8મી જાન્યુઆરીએ યોજાનારી ડ્રાય રન ત્રણ તબીબી સંસ્થાઓમાં હાથ ધરવામાં આવશે, જેમાં જિલ્લા હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ, અર્બન પીએચસી અને ગ્રામીણ પીએચસીનો સમાવેશ થાય છે, પ્રથમ તબક્કામાં, જે જિલ્લાઓમાં ડ્રાય રન થયો નથી તે હવે હાથ ધરવામાં આવશે.
દરમિયાન, દેશમાં કોરોનાને કારણે થતાં મૃત્યુમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે છેલ્લા 12 દિવસથી દરરોજ 300 કરતા ઓછા મૃત્યુ નોંધાયા છે. સરકારનું કહેવું છે કે તે શંકાસ્પદ દર્દીઓ શોધી કાઢીને અને અસરકારક સર્વેલન્સ, મોટા પાયે સઘન પરીક્ષણો સહિત માનક ધોરણના તબીબી વ્યવસ્થાપન નિયમોનું પાલન કરીને મૃત્યુની સંખ્યા ઘટાડવામાં સફળ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં પણ બે રસીને ઇમરજન્સી માટે વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે થોડા દિવસોમાં આ રસી લોકોને આપવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને રસી આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ અભિયાનની સફળતા અને તેના સરળ અમલીકરણ વિશે વિસ્તૃત રૂપરેખા બનાવી છે.
પંજાબમાં નવા પ્રોટોકોલ સાથે ખુલશે સ્કુલ-કોલેજ, સરકારે જારી કર્યા આદેશ