• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રણવ દાનુ અંતિમ પુસ્તક પ્રકાશિત, લખ્યુ - કોંગ્રેસમાં મેજિક નેતૃત્વ ખતમ

|

Congress failed to recognise end of its charismatic leadership said Pranab Mukherjee in last book The Presidential Years: તમામ વિવાદો અને ટીકાઓ વચ્ચે છેવટે પૂર્વ રાષ્ટ્રપતિ, સ્વર્ગીય પ્રણવ મુખર્જીનુ પુસ્તક 'ધ પ્રેસિડેંશિયલ યર્સ' (The Presidential Years) પ્રકાશિત કરી દેવામાં આવ્યુ છે જેમાં કોંગ્રેસના નેતૃત્વથી લઈને પીએમ મોદીના ઘણા નિર્ણયો પર ટિપ્પણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પોતાના પુસ્તકમાં પ્રણવ દાએ એવી ઘણી વાતો લખી છે જેના પર હોબાળો થઈ શકે છે. તેમણે પોતાના પુસ્તકમાં કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસમાં મેજિક નેતૃત્વ ખતમઃ પ્રણવ દા

કોંગ્રેસમાં મેજિક નેતૃત્વ ખતમઃ પ્રણવ દા

તેમણે પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે વર્ષ 2014માં કોંગ્રેસ પાર્ટીએ પોતાની કરિશ્માઈ નેતૃત્વની ઓળખ ન કરી અને આ જ તેની કારમી હારનુ કારણ હતુ. તેમણે કોંગ્રેસ વિખેરાવા પર સવાલ ઉઠાવતા લખ્યુ છે કે કોંગ્રેસની બેદરકારીના કારણે જ યુપીએ સરકાર એક મધ્યમ સ્તરના નેતાઓની સરકાર બનીને રહી ગઈ છે. સાથે જ તેમણે લખ્યુ છે કે પાર્ટીની અંદર પંડિત નહેરુ જેવા કદાવર નેતાઓની ઉણપ છે જેમની પૂરી કોશિશ એ જ રહી કે ભારત એક મજબૂત દેશ તરીકે સ્થાપિત થાય. કોંગ્રેસ પાર્ટીને સારુ નેતૃત્વ ન મળ્યુ. તેમણે 2014 ચૂંટણીના પરિણામો પર નિરાશા વ્યક્ત કરીને લખ્યુ છે કે એ વાતની રાહત હતી કે દેશમાં નિર્ણાયક જનાદેશ આવ્યો પરંતુ એ વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે કોંગ્રેસ માત્ર 44 સીટ જીતી શકી. આની પાછળ પ્રણવ મુખર્જીએ ઘણા બધા કારણો ગણાવ્યા. તેમણે કહ્યુ કે પાર્ટીને સારુ નેતૃત્વ ન મળ્યુ તેના કારણે પાર્ટીની આ દુર્દશા ચૂંટણીમાં થઈ.

સોનિયા ગાંધીએ લીધા ખોટા નિર્ણયો

સોનિયા ગાંધીએ લીધા ખોટા નિર્ણયો

પ્રણવ મુખર્જીએ લખ્યુ છે કે ઘણા નેતાઓએ તેમને કહ્યુ હતુ કે જો 2004માં તે પ્રધાનમંત્રી બન્યા હોત તો 2014માં આટલી કારમી હાર ન મળતી. મનમોહન સિંહ પણ પ્રભાવી ન રહ્યા કારણકે તેમનુ બધુ ફોકસ સરકારને બચાવવામાં જઈ રહ્યુ હતુ. તેમણે સ્પષ્ટ રીતે લખ્યુ છે કે તેમના રાષ્ટ્રપતિ બનતા જ કોંગ્રેસે પોતાની દિશા ગુમાવી દીધી. સોનિયા ગાંધી યોગ્ય નિર્ણયો નહોતા લઈ શકતા જેના કારણે કોંગ્રેસ હાશિયામાં ધકેલાઈ ગઈ. માત્ર કોંગ્રેસ પર જ નહિ પ્રણવ મુખર્જીની કલમ પીએમ મોદીના નેતૃત્વ પર પણ ચાલી છે. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની ઘોષણા કરતા પહેલા તેમની સાથે આ મુદ્દે કોઈ ચર્ચા કરી નહોતી પરંતુ તેમણે એ પણ લખ્યુ છે કે આ રીતના નિર્ણયો લેતા પહેલા ઘણી બધી બાબતોને ગુપ્ત રાખવી જરૂરી હોય છે માટે પીએમ મોદીએ આવુ કર્યુ. તેમણે લખ્યુ છે કે પોતાના પહેલા કાર્યકાળમાં સંસદને સુચારુ રીતે ન ચલાવી શક્યા તેની પાછળનુ કારણ તેમનો અને પાર્ટીનો અહંકાર હતો.

પીએમ મોદીએ વિરોધ પક્ષનો પણ અવાજ સાંભળવો જોઈએ

પીએમ મોદીએ વિરોધ પક્ષનો પણ અવાજ સાંભળવો જોઈએ

પ્રણવ મુખર્જીએ લખ્યુ છે કે પીએમ મોદીએ વિરોધ પક્ષનો પણ અવાજ સાંભળવો જોઈએ અને વિપક્ષને સમજાવવા અને દેશને તમામ મુદ્દાની માહિતી આપવા માટે સંસદમાં ઘણીવાર બોલવુ જોઈએ. નહેરુથી લઈને ઈન્દિરા સુધી, અટલથી લઈને મનમોહન સુધી બધાએ આ વસ્તુનુ પાલન કર્યુ છે તો પીએમ મોદીએ પણ આ પરંપરાનુ પાલન કરવુ જોઈએ. આ ઉપરાંત તેમણે પોતાના અને પીએમ મોદીના વ્યક્તિગત સંબંધો વિશે પણ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે કે પીએમ મોદીનો saarc નિર્ણય સારો હતો પરંતુ અચાનક લાહોર જવાનુ ખોટુ હતુ. પાકિસ્તાન સાથેના સંબંધો વચ્ચે પીએમનુ આમ કરવુ યોગ્ય નહોતુ.

વિપક્ષના નેતાઓ સાથે પ્રણવ દાને હતા મધુર સંબંધ

વિપક્ષના નેતાઓ સાથે પ્રણવ દાને હતા મધુર સંબંધ

સાથે જ તેમણે સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી સાથે પોતાના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે કે રાજકીય વિરોધ હોવા છતાં અમારી વચ્ચે મિત્રતા હતી. તમને જણાવી દઈએ કે પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ પુસ્તર પર ત્યાં સુધી રોક લગાવવાની માંગ કરી હતી જ્યાં સુધી તે તેને વાંચી ન પરંતુ તેમની બહેન અને પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પુસ્તક પર રોક લગાવવાની પોતાના ભાઈની માંગને ખોટી ગણાવી હતી. આ રીતે પિતાના પુસ્તક પર દીકરા અને દીકરીમાં વિવાદ થઈ ગઈ હતી.

દિલ્લી-હરિયાણામાં કરા પડ્યા, કાશ્મીરમાં બરફના તોફાનનુ એલર્ટ

English summary
Congress failed to recognise end of its charismatic leadership: Pranab Mukherjee in last book.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X