રાજસ્થાનના સુરતગઢમાં એરફોર્સનું મિગ -21 વિમાન ક્રેશ, પાઇલટ સુરક્ષિત
ભારતીય વાયુસેના (આઈએએફ) નું લડાકુ વિમાન મિગ -21 મંગળવારે રાત્રે રાજસ્થાનના સુરતગઢ નજીક ક્રેશ થયું હતું. આઈએએફએ કહ્યું કે વિમાનનો પાઇલટ સલામત રીતે બહાર આવ્યો છે. આ ઘટના રાત્રે 8.15 વાગ્યે બની હતી.
આઈએએફએ ટ્વીટ કર્યું હતું કે, પશ્ચિમના ક્ષેત્રમાં તાલીમ દરમિયાન મિગ -21 બાઇસન વિમાનને આજે સાંજે મોટી તકનીકી ખામી સર્જાઈ હતી. આ માંથી પાયલટ સુરક્ષિત બહાર આવ્યો છે, કોઈ જાનહાની થઈ નથી. " આઇએએફએ જણાવ્યું હતું કે 'કોર્ટ ઓફ ઈન્કવાયરી'ને આ અકસ્માતનું કારણ શોધવા આદેશ આપવામાં આવ્યો છે.
During a training sortie in the western sector, a MiG-21 Bison aircraft experienced a major technical malfunction this evening. The pilot ejected safely at about 2015 hrs. There is no loss of life. An Court of Inquiry has been ordered to ascertain the cause of the accident.
— Indian Air Force (@IAF_MCC) January 5, 2021
કર્ણાટકમાં સ્કુલો ખુલવાના 5 દિવસમાં 25થી વધારે શિક્ષકોને થયો કોરોના