BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી સના, જે બનવા માંગે છે ક્લાસિકલ ડાંસર
Know BCCI President Sourav Ganguly's Daughter Sana: પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સ્થિતિ હવે પહેલાથી સારી છે. હોસ્પિટલમાં પિતા સૌરવ સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા તેમની દીકરી સનાએ કહ્યુ કે પપ્પા હવે પહેલેથી ઘણા સારા છે. તે વાત પણ કરી રહ્યા છે અને હવે સ્થિતિ સ્થિર છે. તમને જણાવી દઈએ કે હાર્ટ એટેક આવ્યા બાદ સૌરવની એંજિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તેમના હાર્ટમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યુ છે.

સૌરવ ગાંગુલીની દીકરી બનવા માંગે છે ક્લાસિકલ ડાંસર
તમને જણાવી દઈએ કે કોલકત્તા પ્રિન્સના નામથી જાણીતી સૌરવની પત્ની ડોના ગાંગુલી એક જાણીતી ઓડિસી ડાંસર છે અને બંનેની એક દીકરી સના ગાંગુલી છે કે જે પપ્પાની જેમ ક્રિકેટર નહિ પરંતુ મમ્મીની જેમ ઓડિસી ડાંસર બનવા માંગે છે.

પપ્પા સાથે એડમાં દેખાઈ હતી સના
સના 7 વર્ષની ઉંમરથી ડાંસ શીખી રહી છે. મીડિયાથી દૂર રહેનાર ગાંગુલી પરિવાર હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. સના હાલમાં અભ્યાસ કરી રહી છે. તેણે નૃત્ય નાટક કૃષ્ણાથી પોતાના કામની શરૂઆત કરી હતી. સનાને પહેલી વાર પિતા સૌરવ સાથે સેંકો જ્વેલરીની એડમાં જોવામાં આવી હતી. ત્યારબાદ સના સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય થઈ ગઈ અને તે ઘણીવાર પોતાના મમ્મી-પપ્પા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

સના અને સૌરવ માટે ડોનાે કહી આ ખાસ વાત
અહીં તમને જણાવી દઈએ કે પોતાના પતિની સફળથાથી ખુશ થઈને ડોના ગાંગુલીએ કહ્યુ હતુ કે મને ગર્વ છે, હું ખૂબ ખુશ છુ, જો કે ગાંગુલીના અધ્યક્ષ બન્યા બાદ તે ફેમિલીને ઓછો સમય આપી શકશે પરંતુ મને એ વાતનો વાંધો નથી કારણકે સના હવે કૉલેજ જતી થઈ ગઈ છે અને તે ઘણી સમજદાર છે.