• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'સૌરવ ગાંગુલી પર રાજકારણમાં આવવાનુ દબાણ હતુ માટે બિમાર પડ્યા', નિવેદન પર હોબાળો

|

Sourav Ganguly was under pressure to join politics Said CPI(M) leader Ashok Bhattacharya: પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને શનિવારે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો ત્યારબાદથી તે કોલકત્તાની વુડલેન્ડ્ઝ હોસ્પિટલમાં ભરતી છે. તેમની એંજિયોપ્લાસ્ટી થઈ છે. જ્યાં એક તરફ ક્રિકેટના આ મહાન ખેલાડીના જલ્દી સ્વસ્થ થવાની કામના આખો દેશ કરી રહ્યો છે ત્યાં બીજી તરફ સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા અશોક ભટ્ટાચાર્યએ સૌરવ વિશે મોટુ નિવેદન આપ્યુ છે જેના પર હોબાળો મચી ગયો છે.

'અમુક લોકો ગાંગુલીનો રાજકીય રીતે ઉપયોગ કરવા માંગે છે'

'અમુક લોકો ગાંગુલીનો રાજકીય રીતે ઉપયોગ કરવા માંગે છે'

ગાંગુલીની હેલ્થ વિશે મીડિયા સાથે વાત કરતા અશોક ભટ્ટાચાર્યએ કહ્યુ કે અમુક લોકો ગાંગુલીનો રાજકીય રીતે ઉપયોગ કરવા માંગે છે અને આના કારણે તે ઘણા પ્રેશરમાં હતા આના કારણે તેમની હાલત બગડી, તેમણે કહ્યુ કે ગાંગુલી રાજકીય મિજાજના નથી, તેમને એક સારા ખેલાડી તરીકે ઓળખવામાં આવે, મારા ખ્યાલથી તેમની બિમારીનુ કારણ તેમના પર કરવામાં આવેલ દબાણ છે. તમને જણાવી દઈએ કે અશોક ભટ્ટાચાર્યને ગાંગુલી પરિવારની નજીક માનવામાં આવે છે.

ભાજપની ચૂંટણી જંગમાં ઉતરી શકે છે દાદા

ભાજપની ચૂંટણી જંગમાં ઉતરી શકે છે દાદા

ભટ્ટાચાર્ય, ગાંગુલીની તબિયત પૂછવા હોસ્પિટલમાં ગયા હતા, તેમને મળ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે એ પણ કહ્યુ કે મે તેમને કહ્યુ હતુ કે તમે રાજનીતિમાં ન આવો, જેને ગાંગુલીએ પણ ફગાવ્યુ નહોતુ. મને લાગે છે કે આપણે તેમના પર રાજકીય દબાણ ન કરવુ જોઈએ. ઉલ્લેખનીય છે કે એવી અટકળો છે કે સૌરવ ગાંગુલી ભાજપમાં શામેલ થઈ શકે છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. વળી, ટીએમસી તરફથી પણ તેમના પર પાર્ટીમાં આવવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યુ છે.

ભાજપે આપી કડક પ્રતિક્રિયા

ભાજપે આપી કડક પ્રતિક્રિયા

જો કે ભટ્ટાચાર્યના નિવેદન પર ગાંગુલીના પરિવારવાળા તરફથી તો કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ ભાજપે કડક પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે અમુક લોકો પોતાની તુચ્છ માનસિકતાના કારણે દરેક વસ્તુમાં રાજનીતિ જુએ છે, ગાંગુલીના લાખો પ્રશંસકોની જેમ અમે પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. અમારા તરફથી કોઈ દબાણ નથી થયુ. ગાંગુલી દેશના આઈકૉન છે અને બધા ઈચ્છે છે કે તે જલ્દી રિકવર થાય.

'તેઓ જલ્દી સ્વસ્થ થાય, એવી કામના કરુ છુ'

'તેઓ જલ્દી સ્વસ્થ થાય, એવી કામના કરુ છુ'

જ્યારે ટીએમસીએ પણ ભટ્ટાચાર્ય પર ભડકતા કહ્યુ કે સૌરવ ગાંગુલીને પાર્ટી(તૃણમૂલ કોંગ્રેસ)માં લાવવા માટે ક્યારેય પ્રયાસ કરવામાં નથી આવ્યા. તે એક ઉમદા ખેલાડી છે, જેમના પર સૌને ગર્વ છે. તે જલ્દી ઠીક થાય, અમે બસ એ જ કામના કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે ગાંગુલીના હોસ્પિટલમાં ભરતી થયા બાદ સીએમ મમતા બેનર્જી ખુદ હોસ્પિટલમાં તેમને મળવા પહોંચ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ગાંગુલીને હળવો હાર્ટ એટેક આવ્યો છે પરંતુ તે સ્થિર છે. તેઓ જલ્દી રિકવર થાય તેવી હું કામના કરુ છુ.

વરુણ- સારાના કિસિંગ સીન પર ડેવિડ ધવનઃ શેની શરમ આવી રહી છે?

English summary
Sourav Ganguly was under pressure to join politics: Senior CPI(M) leader Ashok Bhattacharya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X