ગાઝિયાબાદ સ્મશાનઘાટ દૂર્ઘટનાઃ અત્યાર સુધી 25 લોકોના મોત, કૉન્ટ્રાક્ટર, જેઈ સહિત 3ની ધરપકડ
Ghaziabad Crematorium Roof Collapse Case: ગાઝિયાબાદઃ ગાઝિયાબાદ(Ghaziabad)ના મુરાદનગર(Muradnagar)માં સ્મશાન ઘાટ(Cremation Ground) દૂર્ઘટનામાં અત્યાર સુધી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘણા લોકો ઘાયલ છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આ કેસમાં મુરાદનગર પાલિકાના અધિરાકી નિહારિકા ચૌહાણ, કૉન્ટ્રાક્ટર અજય ત્યાગી, જેઈ સીપી સિંહ, સુપરવાઈઝર આશિષ સહિત અન્ય અજ્ઞાત તેમજ સંબંધિત અધિકારીઓ સામે બિનજવાબદાર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મંડલાયુક્ત અનીતા સી મેશ્રામના નિર્દેશ પર નોંધવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ જેઈ સહિત ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
અંતિમ સંસ્કારમાં શામેલ થવા ગયા હતા લોકો
તમને જણાવી દઈએ કે રવિવારની સવારે બંબા સ્મશાન ઘાટ પર ઘણા લોકો એક અંતિમ સંસ્કારમાં શામેલ થવા પહોંચ્યા હતા. આ દરમિયાન વરસાદ થવો શરૂ થયો અને લોકો ગલીઓમાં ઉભા રહી ગયા. આ દરમિયાન નવનિર્મિત ગલીનુ લેંટર નીચે પડી ગયુ. દૂર્ઘટનામાં અત્યાર સુધી 25 લોકોના મોત થઈ ચૂક્યા છે. પોલિસ, પીએસી અને એનડીઆરએફની ટીમે રાહત અને બચાવ કાર્ય કર્યુ. આ દૂર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો.
સીએમ યોગીએ આપ્યા તપાસના આદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(CM Yogi Adityanath)દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની આર્થિક મદદનુ એલાન કર્યુ છે. સાથે જ મંડલાયુક્ત અને આઈજી મેરઠને મુરાદનગર દૂર્ઘટનાની તપાસ કરીને રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા છે. ગાઝિયાબાદમાં મેરઠ રેંજના આઈજી પ્રવીણકુમારે કહ્યુ કે દૂર્ઘટનાની તપાસ કરવામાં આવશે. કમિશ્નર મેરઠ અને આઈજી મેરઠ આ કેસની તપાસ કરશે. જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વરિષ્ઠ પોલિસ અધિક્ષક કલાનિધિ નૈથાનીએ જણાવ્યુ કે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ મુરાદનગર પોલિસ સ્ટેશનના જણાવ્યા મુજબ આ કેસમાં બે-ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમની પૂછપરછ કરવામાં આવી છે.
Farmers Protest: 'સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરે સરકાર'