ચીની પ્રેસિડેન્ટ શી જિનપિંગ બાંયો ચઢાવવી ભારે પડી, બે મહિનાથી લાપતા છે અબજપતિ જેક મા
ચીન સદીઓથી તાનાશાહની જેમ વર્તી રહ્યું છે. જે કોઈપણ અવાજ ઉઠાવે તેને ચુપ કરાવી દેવામાં આવે છે. આવું જ કંઈક થયું ચીનના અબજપતિ અલીબાબા સમૂહના માલિક જેક મા સાથે. જેક મા છેલ્લા બે મહિનાથી લાપતા છે. ચીનમાં ટેક્નોલોજીની દુનિયા પર રાજ કરનારા જેક મા ચીની પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે વિવાદ બાદ પાછલા બે મહિનાથી દેખાયા નથી. જેક માએ ચીનના વ્યાજખોર નાણાકીય નિયમો અને સરકારી બેંકોની પાછલા વર્ષે ઓક્ટોબરમાં શંઘાઈમાં આપેલ ભાષણમાં તીખી આલોચના કરી હતી.
દુનિયાભરમાં કરોડો લોકોના આદર્શ રહેલા જેક માએ સરકારને આહ્વાન કર્યું હતું કે બિઝનેસમાં નવી ચીજો શરૂ કરવાના પ્રયાસને દબાવતી હોય તેવી સિસ્ટમ બદલવી જોઈએ. તેમણે વૈશ્વિક બેંકિંગ નિયમોને 'વૃદ્ધ લોકોનું ક્લબ' ગણાવ્યું હતું. આ ભાષણ બાદ ચીનની સત્તારુઢ કોમ્યુનિ્ટ પાર્ટી ભડકી ઉઠી. જક માની આલોચનાને કોમ્યુનિસ્ટ પાર્ટી પર હુમલાના રૂપમાં લેવામાં આવી. જે બાદ જેક માના ખરાબ દિવસો શૂ થઈ ગયા અને તેમના બિઝનેસ વિરુદ્ધ અસાધારણ પ્રતિબંધ લગાવવા શરૂ કરી દેવાયા.
ચીની પ્રેસિડેન્ટ શી જિનપિંગના આદેશ પર સખ્ત એક્શન
નવેમ્બર મહિનામાં ચીની અધિકારીઓએ જેક માને જોરદાર ઝાટકો આપ્યો અને તેમના એન્ટ ગ્રુપના 37 અબજ ડોલરના આઈપીઓ પેન્ડિંગ કરી દીધા. વૉલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ મુજબ જેક માના એન્ટ ગ્રુપના આઈપીઓ રદ્દ કરવાનો આદેશ ચીની પ્રેસિડેન્ટ તરફથી આવ્યો હતો. જે બાદ જેક માને ક્રિસમસની આગલી સાંજે કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી અલીબાબા ગ્રુપ સામે ચાલી રહેલી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી તેઓ ચીનથી બહાર ના જાય.
WHOએ જણાવ્યું, દુનિયામાં 4 પ્રકારના Coronavirus ફેલાયો
જે બાદ જેક મા પોતાના ટીવી શો 'આફ્રીકા બિઝનેસ હીરોઝ'થી નવેમ્બરમાં ફાઈનલની ઠીક પહેલાં રહસ્યમય રીતે લાપતા થઈ ગયા.એટલું જ નહિ, શોમાંથી તેમની તસવીર પણ હટાવી દેવામાં આવી. અલીબાબા ગ્રુપના પ્રવક્તાએ કહ્યું કે જેક મા શિડ્યૂઅલના વિવાદના કારણે હવે જજીસની પેનલનો ભાગ નથી. જો કે આ શોના ફાઈનલથી કેટલાય અઠવાડિયા પહેલાં જજેક માએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેઓ તમામ પ્રતિભાગિઓ સાથે મુલાકાતની પ્રતીક્ષા ના કરી શકે. જે બાદથી તેમના ત્રણ ટ્વિટર અકાઉન્ટ્સથી કોઈ પોસ્ટ કરવામાં ાન આવી. અગાઉ તેઓ સતત ટ્વીટ કરતા રહેતા હતા.