WHOએ જણાવ્યું, દુનિયામાં 4 પ્રકારના Coronavirus ફેલાયો
Coronavirus Mutation: જો તમે એવું વિચારી રહ્યા હોવ કે બ્રિટેનમાં મળેલો નવો વાયરસ કોરોના વાયરસનો એકમાત્ર મ્યૂટેટેડ વાયરસ છે તો તમારી પાસે પૂરતી માહિતી નથી. જણાવી દઈએ કે દુનિયામાં હાલ કોરોના વાયરસના 4 વેરિયન્ટ ફેલાયાં છે. આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) જાણકારી આપી છે.
ડબલ્યૂએચઓ મુજબ નવેમ્બર 2019માં ચીનના વુહાનમાં પહેલો કેસ મળ્યા બાદ અત્યાર સુધી આ વાયરસ કેટલાય મ્યૂટેશન કરી ચૂક્યો છે અને વર્તમાનમાં આ વાયરસના દુનિયાભરમાં 4 વેરિયન્ટ ફેલાયાં છે.
ચીનમાં પહેલો મ્યૂટેશન મળ્યો
SARS-CoV-2 વેરિયેન્ટનું પહેલું લક્ષણ જે ઈનકોડિંગમાં D614G સાથે પહેલીવાર જાન્યુઆરી 2020ના અંતમાં અને ફેબ્રુઆરીના શરૂઆતમાં જોવા મળ્યો હતો. કેટલાય મહિનામાં D614Gએ મ્યૂટેશન કરી ખુદને SARS-CoV-2 સ્ટ્રેનમાં બદલી નાખ્યો જે ચીનમાં ઓળખાયો. આ મ્યૂટેશન જૂન 2020 બાદ આખી દુનિયામાં સૌથી તેજીથી ફેલાયો.
અધ્યયનથી માલૂમ પડે છે કે કોરોના વાયરસના બીજા સ્ટ્રેનને પગલે આના સંક્રમણમાં તેજી આવી. જો કે આનાથી વાયરસને પગલે બીમારીની ગંભીરતા પર કોઈ અસર નથી પડી. બીજા વાયરસની ઓળખ બાદ ત્રીજું મ્યૂટેશન ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જોવા મળ્યું. એવી આશંકા જતાવાઈ રહી છે કે આનું મ્યૂટેશન ખિસકોલીમાં થયું અને ત્યાંથી માણસો સુધી પહોંચ્યો. આનો કેસ સૌથી પહેલાં ડેનમાર્કમાં જોવા મળ્યો. 12 સપ્ટેમ્બર સુધી આ વેરિયન્ટના 12 કેસ જ મળ્યા હતા.
જે બાદ 14 ડિસેમ્બરે બ્રિટેનમાં નવા વાયરસ અંગે માલૂમ પડ્યું જેને SARS-CoV-2 VOC 202012/01 નામ આપવામાં આવ્યું. તેના જેનેટિકનું અધ્યયન કરવામાં આવ્યું તો તે SARS-CoV-2થી અલગ જણાયો જે તે સમયે બ્રિટેનમાં ફેલાઈ રહ્યો હતો. આ રિપોર્ટથી વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ. ધીરે ધીરે આ વાયરસ તેજીથી અસર ફેલાવવા લાગ્યો. 30 ડિસેમ્બર સુધી બ્રિટેનમાં મળેલ આ નવો વાયરસ બ્રિટેન બહાર 31 બીજા ક્ષેત્રોમાં ફેલાઈ ચૂક્યો હતો.
Corona Vaccineના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળતાં પીએમ મોદી બોલ્યા- અભિનંદન ભારત
18 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકામાં એક નવા વેરિયન્ટનો પતો લાગ્યો છે જે દેશના ત્રણ રાજ્યોમાં તેજીથી ફેલાઈ રહ્યો હતો. આને 501Y.V2 નામ આપવામાં આવ્યું. બ્રિટેનમાં જે વેરિયન્ટ મળી આવ્યો હતો તેમાં પણ 501Y.V2નું મ્યૂટેશન થયું હતું પરંતુ જેનેટિક અધ્યયનમાં માલૂમ પડ્યું કે આફ્રિકામાં મળેલ 501Y.V2 વેરિયન્ટ બાકી સ્ટ્રેનથી અલગ છે. દક્ષિણ આફ્રીકામાં મળેલ વાયરસનું વેરિટન્ટ અત્યાર સુધી 4 દેશમાં મળ્યું છે.