દેશમાં કોરોના વૅક્સિન માત્ર પ્રથમ તબક્કામાં મફત અપાશે : ડૉ. હર્ષવર્ધન - BBC Top News
કોરોનાવાઇરસ સામેના રસીકરણ કાર્યક્રમ માટે સરકાર તૈયારીઓમાં લાગી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન નિવેદનમાં કહ્યું કે સુરક્ષિત અને અસરકાર વૅક્સિન સરકારની પ્રાથમિકતા છે.
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે આખાય દેશમાં પ્રથમ તબક્કામાં કોરોનાની રસી વિનામૂલ્યે આપવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવશે જ્યારે 27 કરોડ લોકોને જુલાઈ સુધીમાં રસી આપવાનું આયોજન છે.
જોકે તેમણે શુક્રવારે એક નિવેદનમાં એવું કહ્યું હતું કે આખાય દેશમાં મફતમાં રસી આપવામાં આવશે. પરંતુ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે પ્રથમ તબક્કામાં રસી વિનામૂલ્યે આપવામાં આવશે.
https://twitter.com/ANI/status/1345250079762837505
અત્રે એ પણ નોંધવું કે દેશમાં કોરોનાવાઇરસની બીમારીમાંથી સાજા થનારા દરદીઓનો રિકવરી રેટ વધ્યો છે. ભારતમાં અત્યાર સુધી 99 લાખ દરદીઓ સાજા થઈ ચૂક્યા છે. જે વિશ્વમાં સૌથી સર્વાધિક રિકવરી રેટ હોવાનું મનાય છે.
ખેડૂતો 13મી એ સંકલ્પ દિવસ, 26મીએ ટ્રૅક્ટર રેલી કરશે
કેન્દ્ર સરકારે લાવેલા નવા કૃષિકાયદાઓ સામે ખેડૂતો દિલ્હીની સરહદે આંદોલન કરી રહ્યા છે તે વાતને 35 દિવસથી વધુ સમય થઈ ગયો છે. આવતીકાલે ફરી સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક થવાની છે.
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ખેડૂત સંગઠનો 13મી જાન્યુઆરીએ સંકલ્પ દિવસ મનાવશે અને તેમણે અલ્ટિમેટમ આપ્યું છે કે જો સરકાર તેમની માગ નહીં માને તો પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ તેઓ ટ્રૅક્ટર રેલી કાઢશે. ખાસ કરીને દિલ્હીમાં આ રેલી કાઢવાનું આયોજન છે.
અત્રે નોંધવું કે સરકાર અને ખેડૂતો વચ્ચે 6 વખત બેઠકો થઈ ચૂકી છે. પરંતુ કોઈ સમાધાન નથી આવ્યું.
- નીજેરમાં સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં '79 લોકોનાં મૃત્યુ'
- કાશ્મીરમાં સેનાના ઍન્કાઉન્ટર પર સવાલ, પરિવારજનો કહે છે 'નિર્દોષોને મારી નાખ્યા'
મુંબઈ હુમલાના આરોપી અને લશ્કરના વડા લખવીની પાકિસ્તાનમાં ધરપકડ
https://twitter.com/ANI/status/1345303976376299522
પાકિસ્તાનમાં આંતકી ગતિવિધિયો મામલે ભંડોળ પૂરુ પાડવાના કેસમાં લશ્કર-એ-તૈયબાના વડા ઝકી-ઉર-રહમાન લખવીની અટકાયત થઈ છે.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર આંતકવાદીઓને કથિત આર્થિક મદદ કરવાના આરોપસર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી લખવીની અટકાયત થઈ હતી.
જોકે આ ધરપકડને મુંબઈ હુમલાના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે લખવીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર કરેલ છે.
આગામી સમયમાં ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ફ ફોર્સની બેઠક મળવાની છે અને તેમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવું કે નહીં તે નિયત થવાનું છે તે અગાઉ આ ધરપકડ થઈ છે.
દિલ્હી-હરિયાણા, યુપીમાં માવઠું અને તીવ્ર ઠંડી
દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદના સમાચાર છે. દિલ્હીમાં પણ આજે વહેલી સવારથી માવઠું છે.
મીડિયા અહેવાલો અનુસાર ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડીની સાથે સાથે માવઠું પણ છે. હવામાન વિભાગ મુજબ સતત 5 દિવસ સુધી માઇનસમાં રહેલા તાપમાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો છવાઈ જતાં એકાએક વાતાવરણમાં ફેરફાર આવી ગયો છે.
રાજસ્થાનમાં પણ માવઠું પડ્યું છે. જોકે સતત માઇનસમાં રહેલા તાપમાનમાં આવેલા ફેરફારથી ખેડૂતોમાં થોડી રાહત જોવા મળી હતી. કેમ કે માઇનસમાં તાપમાન રહેવાથી પાકને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
બીજી તરફ હિમાચલમાં પારો માઇનસ 7.3 ડિગ્રીને સ્પર્શી ગયો હતો. જ્યારે દિલ્હીમાં 7 ડિગ્રી ન્યૂનતમ સાથે માવઠું પણ થયું.
મહિસાગર જિલ્લામાં ખેડૂતનો આપઘાત
ગુજરાતના મહિસાગર જિલ્લાના ખાનપુર બાકોરના વાદરવેડ ગામાન એક ખેડૂતે તેમના શૌચાલય અને અને આવાસના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આત્મહત્યા કરી હોવાના સમાચાર છે.
બીબીસીના સહયોગી દક્ષેશ શાહ મુજબ, તેમણે આવાસ પાણીના પ્રશ્ને અનેક વખત તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા આ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
વાંદરવેડ ગામે રહેતા બળવતસિંહ ચારણનો આવાસનો અને પાણીનો પ્રશ્ન હતો. તેમણે વારંવાર સરકારી કચેરીએ આંટાફેરા માર્યાં પરંતુ ઉકેલ નહીં આવતા આખરે કંટાળીને આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=FPNVkS5LrOs
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો