• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Manipur: દજુકોઉ ઘાટીના જંગલોમાં ભીષણ આગ, ગૃહમંત્રી અમિત શાહે CM સાથે કરી વાત

|

Fire in Dzuko valley: મણિપુર અને નાગાલેન્ડની સીમા પર સ્થિત દજુકોઉ ઘાટીમાં ભીષણ આગ લાગી છે. જેનાથી જંગલને તો નુકશાન થઈ જ રહ્યુ છે સાથે સાથે હજારો જીવ-જંતુઓના પણ મરવાની સંભાવના છે. આગ એટલી ભયાનક છે કે ત્યાંથી ઘણી દૂર સ્થિત કોહિમાથી પણ તે સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજ્ય સરકાર આગ પર કાબુ મેળવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે કેન્દ્ર સરકારે પણ આગ બુઝાવવામાં દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો છે. સાથે જ વાયુસેનાના હેલીકૉપ્ટર્સને ઑપરેશનમાં લગાવી દીધા છે.

મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે શુક્રવારે સવારે ટ્વિટ કરીને લખ્યુ કે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Home Minister Amit Shah)નો ફોન આવ્યો હતો. તેમણે દજુકોઉ ઘાટીમાં લાગેલી આગ પર વિસ્તારથી માહિતી લીધી. સાથે જ ભરોસો અપાવ્યો કે જંગલની આગ પર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકાર દરેક પ્રકારની સંભવ મદદ કરશે. સાથે જ ગૃહ મંત્રાલયની એક ટીમ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. વળી, કેન્દ્ર સરકાર પાસેથી નિર્દેશ મળતા જ ભારતીય વાયુસેનાના હેલીકૉપ્ટર્સે મોરચો સંભાળી લીધો છે. ત્યાં પાણીના વરસાદ સાથે જ લોકો અને જાનવરોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

મુખ્યમંત્રી બીરેન સિંહના જણાવ્યા મુજબ જંગલોમાં અત્યારે ઘાસ સૂકુ હતુ. આ ઉપરાંત ઝડપી પવન આગને વધુ ફેલાવવાનુ કામ કરી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યુ કે વન વિભાગના અધિકારીઓ અને ગ્રામીણો જંગલમાં આગ ઓલવવા માટે પ્રવેશ કરી શકતા નથી કારણકે તેમની પાસે જરૂરી સાધનો નથી. સાથે જ પવને સ્થિતિને વધુ બગાડી દીધી છે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ આ આગ ત્રણ-ચાર દિવસ પહેલા નાગાલેન્ડ તરફ લાગી હતી પરંતુ પવનના કારણે મણિપુરના જંગલો સુધી આવી પહોંચી. મુખ્યમંત્રી બીરેન સિંહ આ બાબતે ખૂબ ગંભીર છે અને તે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી જનતા સાથે શેર કરી રહ્યા છે.

યુપી-ઉત્તરાખંડ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ લડશે AAP

English summary
Manipur: Fire in Dzuko valley, Home Minister Amit Shah talk to CM N Biren Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X