નવા વર્ષ પર પીએમ મોદીએ જનતાને આપી ભેટ, LHPનો કર્યો શિલાન્યાસ
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષ પર જનતાને એક મોટી ભેટ આપી છે. જે હેઠળ તેમણે શુક્રવારે સવારે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલૉજી ચેલેન્જ-ઈન્ડિયા હેઠળ લાઈટ હાઉસ પ્રોજેક્ટ્સ(LHPs)નો શિલાન્યાસ કર્યો છે. એલએચપીનુ નિર્માણ ઈન્દોર, રાજકોટ, ચેન્નઈ, રાંચી, અગરતલા અને લખનઉમાં કરવામાં આવશે જેમાં સંબદ્ધ સંરચના સુવિધાઓ સાથે પ્રત્યેક સ્થાન પર લગભગ 1000 ઘર શામેલ થશે.
કોરોના મહામારીના કારણે આ શિલાન્યાસ કાર્યક્રમ વર્ચ્યુઅલી આયોજિત થયો. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત ગુજરાત, ત્રિપુરા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પણ શામેલ થયા. શહેરી વિકાસ મંત્રાલયના જણાવ્યા મુજબ સરકારની આ મહત્વાકાંક્ષી યોજના લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ લોકોને સ્થાનિક જળવાયુ અને ઈકોલૉજીનુ ધ્યાન રાખીને ટકાઉ આવાસ ફાળવવામાં આવશે. અત્યારે 6 રાજ્યામાં આની શરૂઆત કરવામાં આવી રહી છે. આગળ આની સંખ્યાને વધારવામાં આવશે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
વળી, આ પ્રોજેક્ટની શરૂઆત માટે 6 રાજ્યોના મુખ્યમંત્રીએ પીએમ મોદીનો આભાર માન્યો. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે આવાસની આ યોજનામાં ઉત્તર પ્રદેશના શહેરી ક્ષેત્રમાં બધાના માટે અત્યાર સુધી 17 લાખથી વધુ પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેમાંથી 6,15,000 આવાસ પૂરા થઈને બધા ગરીબ પરિવારોને ઉપલબ્ધ કરાવવામાં આવી ચૂક્યા છે.
આ રીતે સમજો આખી યોજના
વાસ્તવમાં કેન્દ્ર સરકારનો હેતુ ગરીબો અને નબળા વર્ગને પાકા મકાન ઉપલબ્ધ કરાવવાનો છે. જે હેઠળ લાઈટ હાઉસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. આના હેઠળ 4.76 લાખ રૂપિયામાં 415 વર્ગ ફૂટના ફ્લેટ લોકોને આપવામાં આવશે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ આમ તો આ ઘરોની કિંમત 12.59 લાખ રૂપિયા થશે પરંતુ આમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર 7.83 લાખ રૂપિયાનુ અનુદાન આપશે. બાકીના પૈસા ઘર લેનાર પાસેથી લેવામાં આવશે. આ ફ્લેટ્સની ફાળવણી પણ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના જેવી જ હશે.
દુઃસ્વપ્ન સમા 2020ને ભૂલીને વ્યાવસાયિકોએ આવકાર્યુ વર્ષ 2021