આમ આદમી પાર્ટી યુપી-ઉત્તરાખંડ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ લડશે
નવી દિલ્લીઃ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ બાદ હવે આમ આદમી પાર્ટી(આપ) ગુજરાતમાં પણ પોતાનુ વિસ્તરણ કરવા જઈ રહી છે. આપ પાર્ટી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારોને ઉતારશે. આ બાબતે પાર્ટીએ સંગઠનને મજબૂત કરવાનુ શરૂ કરી દીધુ છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ખુદ કમાન સંભાળી લીધી છે. આ મુદ્દે બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, 'ગુજરાતના લોકો ભાજપના શાસનથી ત્રસ્ત થઈ ચૂક્યા છે. કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે. દિલ્લીમાં થયેલ આપ સરકારના શાનદાર કાર્યોથી ગુજરાતના લોકો ખૂબ જ પ્રભાવિત છે અને આમ આદમી પાર્ટી તરફ ઘણા આશા રાખી રહ્યા છે.'
આ પહેલા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ એલાન કર્યુ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવનારી સ્થાનિક નગર નિગમ ચૂંટણી 2021માં જનતાનો પક્ષ બનીને પૂરી મજબૂતીથી બધી સીટો પર ચૂંટણી લડશે અને બમણી તાકાતથી વિધાનસભા 2022 ચૂંટણી લડશે. ગુજરાતના બધા સાથી પરિવર્તનની આ લડાઈમાં તન, મન અને ધનથી સહયોગ કરે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ફેબ્રુઆરીમાં થયેલી દિલ્લી વિધાનસભા ચૂંટણી 2020માં ધમાકેદાર જીત મેળવીને 70માંથી 62 સીટો મેળવી છે અને રાજ્યમાં સતત ત્રીજી વાર સરકાર બનાવી છે. આ જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટીએ હવે અન્ય રાજ્યોમાં પણ વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે જેમાં ઉત્તર પ્રદેશ જેવુ મોટુ રાજ્ય પણ શામેલ છે.
નવા વર્ષ પર પીએમ મોદીએ જનતાને આપી ભેટ, LHPનો કર્યો શિલાન્યાસ