• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New Year 2021: રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ આપી નવા વર્ષની શુભકામનાઓ

|

Happy New Year 2021: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં બધાને એક થઈને આગળ વધવાની અપીલ કરીને નવા વર્ષ 2021ની શુભકામનાઓ આપી છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અધિકૃત ટ્વિટર હેન્ડલથી 1 જાન્યુઆરી 2021ના રોજ ટ્વિટ કરીને લખ્યુ, 'નવા વર્ષના હાર્દિક અભિનંદન અને શુભકામના.' નવુ વર્ષ, એક નવી શરૂઆત કરવાનો મોકો હોય છે અને વ્યક્તિગત તેમજ સામૂહિક વિકાસના આપણા સંકલ્પને બળ આપે છે. કોવિડ-19થી ઉત્પન્ન પડકારોનો આ સમય, આપણા સૌના માટે એક થઈને આગળ વધવાનો સમય છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યુ, 'આવો, આપણે સૌ મળીને પ્રેમ અને કરુણાની ભાવનાથી એક એવા સમાવેશી સમાજ બનાવવાની દિશામાં કામ કરીએ જ્યાં શાંતિ અને સદભાવને પ્રોત્સાહન મળે. મારી કામના છે કે તમે સૌ સ્વસ્થ તેમજ સુરક્ષિત રહો અને નવી ઉર્જા સાથે આપણા દેશની પ્રગતિના શેર લક્ષ્યને મેળવવા માટે આગળ વધો.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ, 'તમને 2021ની હાર્દિક શુભકામનાઓ. આ વર્ષ સારુ સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિ લાવે. આશા અને કલ્યાણની ભાવના પ્રબળ થાય.'

English summary
Happy New Year 2021: President Ramnath Kovind and PM Narendra Modi wish a very new Year 2021.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X