For Quick Alerts
For Daily Alerts
Google Doodle on New Year’s Eve 2020: વર્ષ 2020ના છેલ્લા દિવસે 'ગૂગલે' બનાવ્યુ સુંદર 'ડૂડલ'
Google Doodle on New Year's Eve 2020: વર્ષ 2020ના છેલ્લા દિવસે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન 'ગૂગલ'એ શાનદાર 'ડૂડલ' બનાવીને 'ન્યૂ યર'ને સેલિબ્રેટ કર્યુ છે. 'ગૂગલ'એ જે 'ડૂડલ' બનાવ્યુ છે તેને 'New Year's Eve 2020' નામ આપવામાં આવ્યુ છે કે જે ખૂબ જ આકર્ષક છે. આ 'ડૂડલ'માં એક ઘર છે જેને ફટાકડા અને બલ્બથી સજાવવામાં આવ્યુ છે અને તેમાં એક Clock પણ છે જેની નીચે 2020 લખ્યુ છે. તમે જેવુ ડૂડલ પર ક્લિક કરશો એ તમને 'ન્યૂ યર સેલિબ્રિશન'વાળા પેજ પર લઈ જશે, જ્યાં વિશ્વમાં 'ન્યૂ યર' કેવી રીતે મનાવવામાં આવી રહ્યુ છે, ત્યાંના સમાચારો દેખાશે અને તમને નવા વર્ષ સાથે જોડાયેલા માહિતી મળશે. કુલ મળીને ડૂડલ ખૂબ સુંદર છે જેને જોતા જ તમારા ચહેરા પર સ્મિત આવી જશે.
અમુક ખાસ વાતો
- દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના સપ્ટેમ્બર 1998ના રોજ બે દોસ્ત Larry Page અને Sergey Brin એ કરી હતી. લેરી અને સર્જેઈકેલિફૉર્નિયાની સ્ટેન્ડફૉર્ડ યુનિવર્સિટીના પીએચડીના છાત્રો હતા.
- સર્ચ એન્જિન ગૂગલના નામ 'Googol' શબ્દના ખોટા સ્પેલિંગના કારણે રાખવામાં આવ્યુ. ડોમેન નામ તરીકે Google.comને 15 સપ્ટેમ્બર, 1997ના રોજ રજિસ્ટર કરાવવામાં આવ્યુ.
- શરૂઆતમાં ગૂગલ વેબસાઈટ માટે સ્ટેન્ટફૉર્ડ યુનિવર્સિટીની ઑફિશિયલ વેબસાઈટમાં એક પેજ બનાવવામાં આવ્યુ હતુ.
- પોતાના 15માં જન્મદિવસ પર ગૂગલ ખુદ કહ્યુ હતુ કે કંપનીનો અસલી જન્મદિવસ ક્યારે છે પરંતુ ઑફિશિયલ રજિસ્ટ્રેશનના કારણે કંપની 27 સપ્ટેમ્બરે જ પોતાનો જન્મદિવસ મનાવે છે. ગૂગલનુ પહેલુ ડૂડલ 'બર્નિંગ મેન ફેસ્ટિવલ' પર 1998માં બનાવવામાં આવ્યુ હતુ.
- મે 2012માં ગૂગલે પોતાના ડૂડલને નવુ રૂપ આપ્યુ. આ એક ગેમ રૂપે હતુ. આ ગેમ Pac-Man વીડિયો ગેમના 30 વર્ષ પૂરા થવાની ખુશીમાં બનાવવામાં આવી હતી.
- અમેરિકામાં Google કર્મચારીઓને ડેથ બેનિફિટ મળે છે જે એ વાતની ગેરેન્ટી આપે છે કે કર્મચારી કે જીવિત પતિ કે પત્નીને આવતા દશક સુધી દર વર્ષે તેમના વેતનના 50% રકમ મળશે.
કર્ણાટકઃ બેંગુલરુમાં મળ્યા કોરોનાના નવા સ્ટ્રેનના બે દર્દી