કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલે ખેડૂતો સાથે ગુરૂદ્વારામાંથી આવેલ લંગર ખાધુ
ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે કૃષિ બિલ અંગે સાતમા રાઉન્ડની વાટાઘાટો ચાલી રહી છે. આ વાતચિત વિજ્ઞાન ભવનમાં થઈ રહ્યું છે. આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ હાજર છે. બેઠક શરૂ થતાં પહેલાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે કહ્યું હતું કે અમને આશા છે કે વાટાઘાટો નિર્ણાયક હશે. તે જ સમયે, દિલ્હી શીખ ગુરુદ્વારા સમિતિની કાર લગભગ 500 લોકોનાં ભોજન સાથે વિજ્ઞાન ભવન પહોંચી હતી.
કેન્દ્રીય પ્રધાનો પિયુષ ગોયલ અને નરેન્દ્રસિંહ તોમારે વિજ્ઞાન ભવનમાં બપોરના સમયે ખેડૂત નેતાઓ સાથે બપોરનું ભોજન કર્યું હતું. મંત્રીઓએ લંગર ગ્રહણ કર્યું. મળતી માહિતી મુજબ ખેડૂત સંગઠનોએ બેઠકમાં 4 મોટા પ્રશ્નો ઉઠાવ્યા છે.
Delhi: A 'Kar Sewa' tempo, carrying food for farmers delegation, seen at Vigyan Bhawan.
— ANI (@ANI) December 30, 2020
Sixth-round of talks over Farm Laws between Centre and farmer unions is currently underway https://t.co/LVIVnQCGQu pic.twitter.com/zj1hUwKZ0c
પ્રથમ મુદ્દો એ ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાનો છે. બીજી મોટી માંગ એમ.એસ.પી.ને કાયદેસર બનાવવાની છે અને ત્રીજી માંગ છે કે એન.સી.આર.માં પ્રદૂષણ અટકાવવા કાયદા હેઠળ કાર્યવાહીના દાયરાથી ખેડુતોને બહાર રાખવા. ચોથી માંગ તરીકે, વીજ સુધારણા બિલ 2020 નો ડ્રાફ્ટ પાછો ખેંચવાની વાત કરી છે.
Delhi: Union Ministers Piyush Goyal & Narendra Singh Tomar having food with farmers leaders during the lunch break at Vigyan Bhawan where the govt is holding talks with farmers on three farm laws. pic.twitter.com/dk31Bt1c6X
— ANI (@ANI) December 30, 2020
TMC સાંસદોએ રાષ્ટ્રપતિને મોકલ્યુ મેમોરેન્ડમ, બંગાળના રાજ્યપાલને હટાવવાની માંગ